નાનીબેડવાણ ખાતે બેંક ઓફ બરોડા શાખા ના જોઈન્ટ મેનેજર ઉપર ચીકદા ગામે દેવજી ફળિયાની પ્રાથમિક શાળા પાસે રોડ ઉપર જીવલેણ હુમલો

નાનીબેડવાણ ખાતે બેંક ઓફ બરોડા શાખા ના જોઈન્ટ મેનેજર ઉપર ચીકદા ગામે દેવજી ફળિયાની પ્રાથમિક શાળા પાસે રોડ ઉપર જીવલેણ હુમલો.
બેંક લુટવા ના ઇરાદાથી જોઈન્ટ મેનેજરની બાઇકને રસ્તામાં રોકે ગેરકાયદેસર અટકાયત કરી ચાવીઓ ભરેલી બેગ ઝૂંટવી લઈ ફરાર આરોપીઓ પૈકી એકની ધરપકડ.
બેંકના જોઈન્ટ મેનેજરને ડંડા વડે અને ગડદાપાટુનો મારમારી રૂ.1000/- ની લૂંટ કર્યાની પોલીસ ફરિયાદ.
જોઈન્ટ મેનેજર ઉપર થયેલા જીવલેણ હુમલા થી ફફડી ઉઠેલા બેંક કર્મચારીઓ એ પોલીસ રક્ષણની કરી માંગ.
કર્મચારીઓએ બનાવના વિરોધમાં હડતાલ પાડી દેતા બેંકની ચાર જેટલી શાખાઓ નું કામકાજ ઠપ્પ થઈ જતા ગ્રાહકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.
રાજપીપળા, તા. 5
દેડિયાપાડા તાલુકાના નાનીબેડવાણ ખાતે બેંક ઓફ બરોડા શાખાના જોઈન્ટ મેનેજર ઉપર ચીકદા ગામે દેવજી ફળિયાની પ્રાથમિક શાળા પાસે રોડ ઉપર જીવલેણ હુમલો કરી બેંક લુટવા ના ઇરાદાથી જોઈન્ટ મેનેજરની બાઇકને રસ્તામાં રોકે ગેરકાયદેસર અટકાયત કરી ચાવીઓ ભરેલી બેગ ઝૂંટવી લઈ જવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં આરોપીઓએ બેંકના જોઈન્ટ મેનેજરને ડંડા વડે અને ગડદાપાટુનો મારમારી રૂ.1000/- ની લૂંટ કરતા દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ કરી છે. જોકે ફરાર આરોપીઓ પૈકી એકની પોલીસે ધરપકડ કરી છે. જોઈન્ટ મેનેજર ઉપર થયેલા જીવલેણ હુમલા થી ફફડી ઉઠેલા બેંક કર્મચારીઓ એ પોલીસ રક્ષણની કરી માંગ કરી હડતાલ પાડી દેતા બેંકની ચાર જેટલી શાખાઓ નાનીબેડવાણ, સેલંબા, સાગબારા અને દેડીયાપાડા શાખાનું કામકાજએક દિવસની પ્રતીક હડતાળ પડતા કામકાજ ઠપ્પ થઈ જતા ગ્રાહકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો આવ્યો હતો.જો કે બીજે દિવસથી બેંક પુન: રાબેતા મુજબ ચાલુ થઈ જતા ગ્રાહકોએ રાહતનો દમ લીધો હતો.
દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદી જોઈન્ટ મેનેજર પવનભાઈ નાગરાજ શેટ્ટી (હાલ રહે, દેડીયાપાડા સહયોગ નગર સોસાયટી રૂમ નંબર 63 શકુંતલાબેન વિઠ્ઠલભાઈ વસાવાના ભાડાના મકાનમાં દેડીયાપાડા, મૂળ રહે પોલુરીવરી સ્ટ્રીટ એલુરુ તા. એલુરુ જી. પચ્ચીમ ગોદાવરી આંધ્રપ્રદેશ ) એ આરોપી સંદીપભાઈ જેઠાભાઈ વસાવા (દહે,જરગામ) તથા અજાણ્યા ઇસમ સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી પવનભાઈ નાનીબેડવાણ ખાતે બેંક ઓફ બરોડા શાખા માં જોઈન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેઓ તા. 3 /2/2021 ના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે બેંકને તાળું મારી બેંક ની ચાવીઓ ભરેલી બેગ લઈ દેડીયાપાડા ખાતે પોતાના ઘરે જવા સારું પોતાની સ્કુટી ગાડી લઇ નીકળેલા. તે દરમિયાન આરોપી સંદીપભાઈ તથા બીજો આરોપી ભેગા મળી બેંક ઓફ બરોડાની નાની બેડવાણ દેના બેંક લૂંટ કરવાના ઇરાદાથી પવનભાઈને રસ્તામાં રોકી પકડી પાડેલ અને ગેરકાયદેસર અટકાયત કરી તેઓની પાસેથી ચાવીઓ ભરેલી બેગ ઝૂંટવી લઈ લીધેલ.અને દંડા વડે ગડદાપાટુનો મારમારી પવનભાઈ પાસેથી રૂ.1000/-ની લૂંટ કરેલ તે વખતે નીરજકુમાર ઈશ્વર ઈશ્વરસિંહ પ્રજાપતિ (રહે.ભંડારી તા.માકલોડામ જી. પાનીપત હરિયાણા) વચ્ચે પડી પવનભાઈને છોડાવવા જતાં બન્ને આરોપીઓએ તથા સાહેદ તથા પવનકુમારને માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.1000/- ની લૂંટ કરવામાં એકબીજાની મદદગારી કરી નાસી જઇ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા