લાખોના ખર્ચે રિનોવેશન કરાવીને વિજય ચોક નું સર્કલ બનાવ્યું હતું તે એક વર્ષથી ખંડિત અવસ્થામાં છે.

રાજપીપળાના વિજયચોક ની દુર્દશા.
લાખોના ખર્ચે રિનોવેશન કરાવીને વિજય ચોક નું સર્કલ બનાવ્યું હતું તે એક વર્ષથી ખંડિત અવસ્થામાં છે.
કોઈ અજાણ્યા વાહનચાલકે આ સર્કલ સાથે વાહન અઠાડી અકસ્માત કરતા સર્કલનો એક તરફ મોટો હિસ્સો તુટી જવા પામ્યો છે.
વર્ષ ઉપર થવા પામ્યું છતાં સર્કલ રીપેર ન કરાતા રાજવી પરિવાર તથા નગરજનો વ્યથિત.
રાજપીપળા,તા. 3
રાજપીપળામાં પ્રવેશદ્વાર આગળ રાજપીપળાની આન બાન અને શાન ગણાતા યાદ કરતી રાજવી નગરી રાજપીપળાના રાજવી વિજયસિંહ મહારાજની પ્રતિમા આવેલી છે. જેને ફરતી રાજપીપળા નગરપાલિકાએ લાખોના ખર્ચે રિનોવેશન કરાવીને વિજયચોક નું સર્કલ બનાવ્યું હતું.પણ ગયા વર્ષે કોઈ અજાણ્યા વાહનચાલકે આ સર્કલ સાથે વાહન અઠાડી અકસ્માત કરતા સર્કલનો મોટો હિસ્સો તુટી જવા પામ્યો હતો.જેને એક વર્ષ કરતા વધુ સમય થઈ જવા છતાં નગરપાલિકા એ આ રાજવી પ્રતિમાના સર્કલ નું સમારકામ કરવાની તસ્દી ન લેતાં રાજવી પરિવાર સહિત આમજનતામાં પાલિકા સત્તાધીશો સામે ભારે રોષની લાગણી જન્મી છે.
નગરપાલિકાની અક્ષમ્ય બેદરકારીને કારણે આજે વિજય ચોકની દુર્દશા બેઠી છે. પાલિકાના સત્તાધિશોની બેદરકારીને કારણે બગીચો અને સ્ટેચ્યુને ભારે નુકસાન થવા પામ્યું છે.એક ટ્રી અકસ્માત સર્જાતા વિજય ચોક થી સરક્ષણ દિવાલ પણ તૂટી ગઈ છે.ત્યાર પછી વિજયચોકની સરક્ષણ દિવાલ બનાવવામાં આવી નથી. હાલ તૂટેલી ખંડિત હાલતમાં છે.પથ્થરો બહાર નીકળી ગયા છે. નગરના પ્રવેશદ્વાર આગળ સુંદરતામાં વધારો કરનાર વીજય ચોક ખંડિત અવસ્થા જોઈને લોકો વ્યથિત બન્યા છે. વિજય ચોક અને સુંદરતામાં વધારો કરનાર ફુવારા પણ બંધ છે. વિજય ચોકનો બગીચો પણ સુકાઈ ગયો છે.ફૂલ ઝાડ સુકાઈને નાશ પામ્યા છે.સત્વરે રાજપીપળા મ્યુનિસિપાલીટી દ્વારા આ વીજય ચોકનું રિનોવેશન કરવામાં આવે એવી લોકોની માંગ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા