રાજપીપળા એપીએમસી ખાતે શ્રી રામ મંદિરમાં નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત એક બેઠક યોજાઇ.
રાજપીપળા,તા. 3
રાજપીપળા એપીએમસી ખાતે વિશ્વ હિંદુ પરિષદની ક્ષત્રિય સંગઠન મંત્રી ગોપાલજી દ્વારા શ્રી રામ મંદિરમાં સમર્પણ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી.આ બેઠક પૂર્ણ થયા બાદ થી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમર્પણ નિધિમાં ઘનશ્યામભાઈ પટેલ દ્વારા બેલાખ એકાવન હજાર નું અનુદાન શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર કરવામાં આવ્યું હતું.સાથે ઉપસ્થિત ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા નર્મદા અને ભરૂચ જિલ્લાની જનતાને આ નીતિ સમર્પણ અભિયાનમાં પોતાનું યોગદાન આપવાનું આહવાહન કરતા જણાવ્યું હતું કે નાના માં નાનો માણસ પણ આ મંદિર નિર્માણ માં પોતાની નીતિ સમર્પણ કરે. સાથે એમને એક ઉદાહરણ આપ્યું કે જ્યારે શ્રીરામ દ્વારા રામસેતુનું નિર્માણ થઇ રહ્યું હતું,ત્યારે દરેક જાનવરો દ્વારા પોતાનું એક યોગદાન આપવામાં આવ્યું હતું. એક નાનકડી ખિસકોલી જ્યારે કશું ના કરી શકી,ત્યારે ખિસકોલીએ પોતાની રેતીમાં આળોટીને પોતાના શરીર ઉપર રેતી લઇ રામ સેતુ નિર્માણમાં પોતાનો સહયોગ આપ્યો હતો. તેવી જ રીતે દરેક હિન્દુઓ એ પોતાનો સહયોગ આપવો જોઈએ.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા