*યુપી સરકાર હાઈકોર્ટના નિર્ણયથી નારાજ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારશે*

લખનૌમાં સીએએના વિરોધમાં હિંસા ફેલાવનારા આરોપીઓના પોસ્ટરો દૂર કાઢવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ પણ યુપી સરકાર પીછેહઠના મૂડમાં નથી. અલાહાબાદ હાઈકોર્ટના આદેશને હવે રાજ્યની યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. સરકાર દ્વારા એસએલપી ફાઇલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતું સરકારની પહેલી પ્રાથમીકતા રાજ્યની 23 કરોડ જનતા છે. તેથી આ મામલામાં જે જરૂરી હશે તે જ પગલાં ભરવામાં આવશે