રાજપીપલાનો રાજા રજવાડાં સમયનો જર્જરિત કરજણ ઓવારે નવો વોકવે બનશે
કરજણ નદી કિનારે
કરજણ નદી કિનારે થી દોઢ કિલોમીટર મીટર લીલવા ઢોળ સુધી વોકવે બનાશે
વોકવે ઉપર શહેરી જનો સવાર સાંજ બેસી શકે, ચાલી શકેતેવો રસ્તો ઉપરાંત ફૂડકોટ, મીની ગાર્ડન ને રંગ બે રંગી લાઈટો અને મ્યુઝિક સિસ્ટમ અને પ્રાકિંગની અલાયલી વ્યવસ્થા કરાશે
સરકારમા દરખાસ્ત કર્યા બાદ આ પ્રોજેકટને મળેલી સિધ્ધતિક મંજુરી
રાજપીપલા તા18
રાજપીપલા કરજણ નદી કિનારે આવેલ રાજા રજવાડા વખતનો આવેલો ઐતિહાસિક કરજણ ઓવારો ઘણા વખતથી બેસી ગયો હતો. એક ભાગ બેસી ગયો હતો અને તૂટી ગયો હતો ચોમાસા મા ત્યાંજવુ જોખમી બની ગયું હતું. તેથી તેને ઘણા વખતથી તેના સમારકામની માંગ ઉઠી હતી.
ત્યારે રાજપીપલા પાલિકા દ્વારા કરજણ નદી કિનારે રજવાડાં સમયનો ઓવરો અને ઓવરાથી લીલવા ઢોળ તરફશહેરી જનો માટે વોકવે બનાવવા માટે સરકાર માં દરખાસ્ત કરી હતી. આ પ્રોજેકટને સિધ્ધતિક મંજુરી મળી ગઈ છે.આ પ્રોજેકટ થકી શહેરીજનોને નવી સુવિધા મળશે
પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ રાજપીપલા કરજણ નદી ખાતેનો રજવાડાં સમય નો ઓવરો જે સમય ની સાથે જર્જ રીત બની ગયો હતો તે ઓવરા ને એજ ડિઝાઇન માં રીપેર કરવો ઉપરાંત રાજવી સમય થી શહેરી જનોએ વહેલી સવારે મોરનિગ વૉક માં આ વિસ્તાર માં રોજ જતા હોય છે.ત્યારે કરજણ નદી કિનારે થી દોઢ કિલોમીટર મીટર એટલે કે લીલવા ઢોળ સુધી વોકવે બનાવવાનો છે. આ વોકવે ઉપર શહેરી જનો સવાર સાંજ બેસી શકે ચાલી શકે ઉપરાંત ફૂડકોટ તથા મીની ગાર્ડનને રંગ બે રંગી લાઈટો અને મ્યુઝિક સિસ્ટમ અને પ્રાકિંગ ની અલાયલી વ્યવસ્થા સાથે વોવકે બનશે. આ પોજેક્ટ માટે પાલિકાએ એજન્સી પાસે ડિઝાઇન ને પ્લાન માટે તૈયારી શરૂ કરી દીધી છે. તો રાજ્ય સરકારે આ પ્રોર્જેક્ટને મંજુરી આપી દેતા શહેરી જનો ને નવી સુવીધા માં વધારો થશે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા