ઈકો સેન્સેટિવ ઝોન ના મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા બીટીપી ફરી એકવાર આમને સામને ભાજપે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી હાલ પૂરતી સ્થગિત કરી છે .

ઈકો સેન્સેટિવ ઝોન ના મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા બીટીપી ફરી એકવાર આમને સામને

ભાજપે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી હાલ પૂરતી સ્થગિત કરી છે .

ચૂંટણી પત્યા બાદ સરકાર એન્ટ્રીઓ પડવાનું ફરી ચાલુ કરશે.-બી ટી પીનો આક્ષેપ

ઈકો સેન્સેટિવ ઝોનની કાયમી એન્ટ્રી રદ થઈ છે BTP ગેરમાર્ગે દોરે છે: મનસુખ વસાવા

પોતાની પાર્ટીનો વ્યાપ વધારવા BTP એ ઈકો સેન્સેટિવ ઝોનને ચૂંટણી મુદ્દો બનાવ્યો

ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે ભાજપ-BTP સામ સામે

ભાજપે કહ્યુ લોકોને ભરમાવશો નહિ તો BTP એ કહ્યુ ખોટું બોલશો નહિ

રાજપીપળાતા 1
નર્મદા મા ઇકો સેંસિટિવ ઝોન રદ કરવા મામલે ભાજપા કોંગ્રેસ અને બીટીપી મા ભારે રાજકીય ધમાસાણથયું હતું. ત્યાં સુધી કે સાંસદ મનસુખભાઈ વસાવાને રાજીનામું આપવા સુધી ફરજ પડી હતી હવે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ આવી ત્યારે નર્મદા જિલ્લા મા આદિવાસી વોટ બેંક ગણાતા જિલ્લા મા આદિવાસીઓ માટે મહત્વ નો ગણાતો આ
ઇકો સેંસિટિવ ઝોનનો મુદ્દો ફરી એકવાર ચૂંટણી ટાણે ચમક્યો છે.ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવ્યા બાદ ખેડૂતોના કટિયામાં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પાડવામાં આવતા વિવાદ થયો હતો.જો કે મનસુખ વસાવા અને કોંગ્રેસ BTP ના વિરોધ બાદ સરકારે એન્ટ્રી કાયમી ધોરણે રદ કરતા વિવાદ થમ્યો હતો.

ત્યારે BTP હાલમાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે આંદોલન ચલાવી રહ્યુ છે.BTP નું કેહવું છે કે ચૂંટણીને લીધે ભાજપે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી હાલ પૂરતી સ્થગિત કરી છે .ચૂંટણી પત્યા બાદ સરકાર એન્ટ્રીઓ પડવાનું ફરી ચાલુ કરશે.

BTP ના આ નિવેદનને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જુઠાણું દર્શાવ્યું છે અને કહ્યુ છે કે BTP લોકોને ભરમાવી રહી છે ગેરમાર્ગે દોરી રહી છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપતા જણાવ્યુ છે કે 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા આદિવાસીઓનો આક્રોશ કેવો છે એ બાબતે મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વન મંત્રી ગણપત વસાવા સાથે રૂબરૂ ચર્ચાઓ કરી હતી.

એ બાદ ચર્ચા વિચારણા બાદ ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ સરકારે કાયમ માટે રદ કરી છે, હવે બીજી એન્ટ્રીઓ પડવાની પણ નથી. BTP એને ચૂંટણી મુદ્દો બનાવી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, પોતાની પાર્ટીનો વ્યાપ વધારવા ખોટા આંદોલનો કરી રહી છે.અમે કેન્દ્રમાં એવી પણ રજુઆત કરવાના છે કે ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો.

હવે એ જોવું રહ્યું કે ઈકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો કોને ફાયદો કરાવશે અને કોને નુકશાન કરાવશે એતો આવનારો સમય જ બતાવશે

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા