નેવડી આંબા ગામેથી દેવમોગરા જતા સાગબારા ચાર રસ્તા નજીક ઉતરતી ઢોળમાં હાઈવે રોડ ઉપર મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતા મહિલાનું કરૂણ મોત.
અજાણ્યો ટ્રક ચાલક સામે ફરિયાદ.
રાજપીપળા,તા.1
નર્મદા જિલ્લાના નેવડી આંબા ગામેથી દેવમોગરા જતા સાગબારા ચાર રસ્તા નજીક ઉતરતી ધૂળમાં હાઈવે રોડ ઉપર મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતા મોટરસાયકલ પર બેસેલી મહિલાને ગંભીર ઇજા થતાં તેને સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું છે.સાગબારા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદી શંકરભાઈ નીત્યાભાઈ વસાવા (રહે,નેવડી આંબા ) એ આરોપી અજાણ્યું ટ્રક ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી શંકરભાઈ પોતે તેમની વહુ કલાવંતીબેન સાથે હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે 22જે 2679 લઈને નેવડી આંબા ગામેથી દેવમોગરા જતા હતા.તે વખતે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી હંકારી શંકરભાઈ ની મોટરસાયકલને પાછળથી અડફેટમાં લઇ અકસ્માત કર્યો હતો. જેમાં કુલ અવંતી બેનને કમરના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેથી તેમણે તાત્કાલિક રાજપીપળા સિવિલમાં ખસેડાતા સારવાર દરમિયાન કુલવંતીબેનું મોત નીપજયું હતું.રાજપીપળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા