*બેંક લોન આપવાની ના પાડે તો કરી શકશો ફરિયાદ*

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, MSME માટે ટૂંક સમયમાં જ એક કેન્દ્રની જાહેરાત થશે. તેમણે આગળ જણાવ્યું છે કે, બેંક કોઈ પણ કારણ જણાવ્યા વગર લોન આપવાની ના પાડી શકે નહીં, MSMEના આ કેન્દ્ર પર ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી શકો છો.ચેન્નઈમાં વેપારી અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, જો કોઈ બેંક કારણ વગર લોન આપવાની ના પાડે તો ફરિયાદ નોંધાવી શકો છો. આ વિશેષ કેન્દ્રની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ જશે. MSME અંતર્ગત કરેલી ફરિયાદની એક કોપી બેંક મેનેજરને પણ આપવામાં આવશે. સરકાર આ અંગે બેંક અધિકારીઓ સાથે વધુમાં વધુ સંપર્કમાં રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે.