નર્મદા પોલીસે 10 ટ્રક લાકડાનું દાન કરીને સાબિત કરી બતાવ્યું કે કડક ખાખી વર્દીની અંદર એક નરમ દિલ પણ હોય છે.
રાજપીપલા સ્મશાન ગૃહ મુક્તિધામમા અગ્નિ સંસ્કાર માટે નર્મદા પોલીસે 10 ટ્રક લાકડા આપ્યા
વર્ધીધારી પોલીસે પણ માનવતાનું ઝરણુ વહાવ્યું
રાજપીપલા, તા 18
રાજપીપલામા છેલ્લા સવા વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં બીજા વેવ મા કોરોનામા મોતને ભેટનારનો આંકડો ક્ર્મશ વધી રહ્યો છે. રાજપીપલા સ્મશાન ગૃહમા 197ના અગ્નિસંસ્કાર છેલ્લા 47 દિવસમા અગ્નિસંસ્કારથયા છે જે ચિતા માટે લાકડા ની જરૂર પડે છે. એક બોડી અગ્નિ સંસ્કાર માટે 15મણ લાકડા જોઈએ. લોકો લાકડાનું દાન પણ કરી રહ્યા છે પણ રોજ સ્મશાન મા લાશોનો ઢગલો થતો હોઈ લાકડા ની જરૂરિયાત વધતી જ જાય છે ત્યારે અગ્નિસંસ્કાર માટે હવે સરકારી તંત્ર આગળ આવ્યું છે આ આગાઉ નર્મદા વન વિભાગે બે ટ્રક ભરીને લાકડાનું દાન કર્યું. ત્યાર બાદ હવે નર્મદાનું પોલીસ તંત્ર આગળ આવ્યું છે. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે માનવતા ના નાતે રાજપીપલા સ્મશાન ગૃહ મુક્તિધામમા અગ્નિ સંસ્કાર માટે નર્મદા પોલીસે 10 ટ્રક લાકડાનું દાન કરીને સાબિત કરી બતાવ્યું કે કડક ખાખી વર્દીની અંદર એક નરમ દિલ પણ હોય છે. જે બીજાના માટે પણ ધડકતું હોય છે. નર્મદા પોલીસે 10ટ્રક લાકડા ભેગા કરીને સ્મશાન ગૃહમા પહોંચાડ્યા હતા.
આ અંગે પીએસઆઇ કે કેપાઠકે નર્મદા પોલીસનું પ્રતિનિધિત્વ કરી રાજપીપલા સમશાન ગૃહમા લાકડા પહોંચાડયા બાદકે કે પાઠકે જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના મહામારી દરમ્યાન નર્મદા જીલ્લામાં પણ કોરોના
સંક્રમણના કારણે ઘણા પરિવારોમાં દુ:ખદ ઘટના બનેલ છે. આ વૈશ્વિક કોરોનાની મહામારીમાં
તમામ ક્ષેત્રમાં જે મદદરૂપ થાય તેવી સામાજીક સંસ્થાઓ તેમજ એન.જી.ઓ.ની કામગીરી
પણ વધી જવા પામેલ છે. રાજપીપલા ટાઉન વિસ્તારમાં પણ આ કોરોના મહામારી દરમ્યાનઘણા લોકોના સ્વજનોપંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા છે. હાલમાં રાજપીપલાના
મુક્તિધામોમાં પણ શબને ચીતા ઉપર બાળવા માટે પણ જલાઉ લાકડાઓની અછત વર્તાઇ
રહેલ છે. જેના કારણે મુક્તિધામમાં કામ કરતા કર્મચારીઓને પણ આ શબોને બાળવા માટે
ઘણી મુશ્કેલી ઉભી થાય છે. તેવામાં મુક્તિધામના કર્મચારીઓએ મુક્તિધામમાં લાકડાની જરૂરિયાતને પહોંચી વળવા હિમકરસિંહ પોલીસ અધિક્ષક, નર્મદાને મદદ માટે રજુઆત કરતા
તેઓશએ આવી કપરી પરિસ્થિતીમાં કે.કે.પાઠક, પો.સ.ઇ.ને સુચના કરતા
તેઓશએ મુક્તીધામ માટે લાકડાની મદદ કરવા તત્પર થતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી
ગ્રામ રક્ષક દળની મદદ મેળવી કુલ-૧૦ ટ્રક ભરીને લાકડા એકત્રીત કરી રાજપીપલા
મુક્તિધામને પહોચાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે. નર્મદા જીલ્લા પોલીસ આવા
વિશ્વિક મહામારી દરમ્યાન આવા સેવાયજ્ઞમાં બની શકે તેટલી મદદ કરવા કટીબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા