અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુની સગર્ભા મહિલાને થતા દેવદૂત સમાનની 108 ના સ્ટાફએ સફળ ડિલિવરી બોટ માજ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો…….
ગાંધીનગર ગુજરાતમાં રસ્તાઓ પર સગર્ભા મહીલાઓને ડિલિવરીની ધટનાઓ બની છે. પણ મધ દરીયામા અધવચ્ચે સગર્ભા મહીલાની ડિલિવરીની ધટના સામે આવી છે. જાફરાબાદ રાજુલાના દરિયા વચ્ચે આવેલ ટાપુ શિયાળબેટ ગામમાં ૧૨ હજારની વસ્તી ધરાવતું ગામ છે. અને આ ગામમાં આરોગ્યની સુવિધાઓમાં શૂન્ય હોય ત્યારે શિયાળબેટની સગર્ભા મહિલા ગીતાબેન બલધિયાને ડિલિવરીનો દુખાવો ઉપડતા તાત્કાલિક 108 ને જાણ કરતા પીપાવાવની 108 નો સ્ટાફ શિયાળબેટ ટાપુ પહોંચીને સગર્ભા મહિલાને હોડી મારફતે હોસ્પિટલમાં ખસેડી રહ્યા હતા.
ત્યારે સગર્ભા મહિલાને દરિયાના ઉછળતા મોજાઓ 108 ના સ્ટાફ દ્વારા હોડીમાં સાડીઓની આડસ ઉભી કરીને સગર્ભા મહિલાને સફળ ડિલિવરી કરવાની અભૂતપૂર્વ ઘટના નિર્માણ પામી હતી. અને દરિયા વચ્ચે ગીતાબેન બલધિયાએ ફુલ જેવી દીકરીનો જન્મ આપ્યો હતો. અને હોડી કાંઠે લાવીને 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા હતા.
અને ત્યાં માતા ગીતાબેન અને બાળકને ઓબ્જર્વેશન રાખીને વેકસીન સહિતની કામગીરી રાજુલાના મહિલા તબીબ સ્ટાફે કરી હતી. અને માતા બાળકને અડધો દિવસ ઓબ્જર્વેશન સારવાર તપાસ બાદ ગીતાબેન અને બાળકની તબિયત સારી જણાયા છે. અને બાદમાં રજાઆપી ત્યારે દરિયાની વચ્ચે ડિલિવરી 108 એ સફળતા પૂર્વક કરાવીને માનવ જિંદગી બચાવવામાં સહભાગીનું સાક્ષી બનેલ 108 ના જિલ્લા અધિકારીએ હોડીમાં ડિલિવરીની સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું. જાફરાબાદ રાજુલાના દરિયા વચ્ચે આવેલા શિયાળબેટ ટાપુ થી રાજુલા જાફરાબાદ જવામાં હોડીનો જ ઉપયોગ થતો હોય છે.
ત્યારે છેલ્લા 3 થી 4 વર્ષથી વિધાનસભાના સત્રમાં ધારાસભ્ય અંબરીશ ડેરે અનેકવાર માંગણીઓ કરી છે અને સરકાર હકારાત્મક રહી છે. પણ હજુ સુધી દરિયા વચ્ચે 108 જેવી સુવિધાઓ વહેલી તકે ચાલુ થાય તો માછીમારી કરતા હજારો લોકોને ફાયદો થાય તેમ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અંબરીશ ડેરે માંગ કરી છે. અને રાજુલાના પીપવાવપોર્ટ થી 30 મિનિટના દરિયાઈ રસ્તે આવેલ શિયાળબેટ ટાપુની મહિલાને મધદરિયે પ્રસૂતાની ડિલિવરી કરાવવાની ઘટના બાદ ફરી દરિયાઇ 108 ચાલુ કરવાની માંગ પ્રબળ બની છે. ત્યારે વિકટર પોર્ટથી ચાંચ બંદર વચ્ચે 350 મીટરનો બ્રિજ સરકાર બનાવે તો 30 કિલોમીટર જેટલું અંતર ઘટે તેવી લાગણીઓ પણ ધારાસભ્ય અંબરીશ ડેરે વ્યક્ત કરી હતી…….
રીપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી