બિટીપી ધારાસભ્ય છોટુ વસાવાએ ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈત સાથે કરી ટેલિફોનિક વાત : કહ્યું તમે આંદોલન ચાલુ રાખો અમે તમારી સાથે જ છીએ.

બિટીપી ધારાસભ્ય છોટુ વસાવાએ ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈત સાથે કરી ટેલિફોનિક વાત : કહ્યું તમે આંદોલન ચાલુ રાખો અમે તમારી સાથે જ છીએ.
બીટીપીના નેતા છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું.
રાકેશ ટીકૈતને એક ખરોચ પણ આવે આવી તો આખો આદિવાસી સમાજ સડક પર ઉતરી ખુલ્લો વિરોધ કરશે.- છોટુ વસાવા.
રાજપીપળા, તા.30
દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી ખેડૂતોનું આંદોલન જોર પકડી રહ્યું છે. 26 જાન્યુઆરીના રોજ હિંસાત્મક ઘટના ઘટના પછી દેશભરમાં વિવિધ રાજકીય પક્ષોમાં તેના ધેરા પ્રત્યાઘાતો પડયા છે. જે કિચન સંગઠનો દિલ્હી થી ગાજીપુર બોર્ડર પણ આંદોલન ચલાવી રહ્યા છે.ખાસ કરીને વિરોધ પક્ષ ખેડૂતોના સમર્થનમાં આવ્યો છે. જેમાં ગુજરાત બીટીપીના નેતા છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.જેમાં બીટીપી ધારાસભ્ય છોટુ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂત આંદોલન મુદ્દે સરકારને ખુલ્લી ચેતવણી આપતા ખળભળાટ મચી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે છોટુભાઈ વસાવા છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ માટે આંદોલન કરી રહ્યા છે .એમના જે એ જ આંદોલનને ગુજરાત સરકાર ને નાકે દમ લાવી દીધો છે. ત્યારે છોટુ વસાવાએ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
બિટીપીના સર્વે સર્વા છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે મારી ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત સાથે વાત થઈ છે. મેં એમને એવું આશ્વાસન આપ્યું છે કે જળ, જંગલ, જમીન માટે લડતા દેશના આદિવાસી ખેડૂતો પણ તમારી સાથે જ છે, તમે તમારી લડત ચાલુ રાખજો. આવનારા સમયમાં દેશના ખેડૂતો એક થઈ સંવિધાનીક અધિકારો માટે લડત લડશે. આંદોલનને સમર્થન આપવા બદલ રાકેશ ટિકૈતે અમારો આભાર પણ માન્યો હતો.
છોટુભાઈ વસાવાએ સરકારને ચેતવણી આપતા એમ જણાવ્યું હતું કે જો કિસાન નેતા મહેન્દ્રસિંહ ટિકૈતના પુત્ર રાકેશ ટિકૈતને એક ખરોચ પણ આવી તો આખો આદિવાસી સમાજ સડક પર ઉતરી ખુલ્લો વિરોધ કરશે. આ આંદોલન ગુજરાતમાં પણ શરૂ થઈ શકે છે.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા