શહેરના (Ahmedabad) પાલડી વિસ્તારમાં આવેલી SPRAT (Society for Promoting Rationality) નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવી છે.

શહેરના (Ahmedabad) પાલડી વિસ્તારમાં આવેલી SPRAT (Society for Promoting Rationality) નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો (Woman complain) આક્ષેપ છે કે, સંસ્થાનો પ્રેસિડન્ટ હસન ઝોહર નામનો વ્યક્તિ તેની સાથે બીભત્સ વાતો કરતો હતો. આટલું જ નહીં તેને સેક્સ કર્યું છે કે, કેમ તેવી ગંદી વાતો (Vulgar talk) કરતો હતો અને જ્યારે તે એકલો હોય ત્યારે હસ્તમૈથુન કરે તેવી અશ્લીલ વાતો પણ કરતો હતો. યુવતી એ આ વાતો ન કરવા કહેતા તેને કામમાં પજવણી કરાતી અને જ્યારે યુવતીએ કંટાળીને રાજીનામુ આપી દીધું તો યુવતીના ડોક્યુમેન્ટ (Educational Documents) તેને પરત અપાયા ન હતા. જેથી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.