*પગાર વધારાની રજૂઆત સરકારમાં બહેરાકાને અથડાતાં સચિવાલયમાં એક યુવકે ઝેર ગટગટાવ્યું*

ગાંધીનગર ખાતે સચિવાલયના ગેટ નંબર એક પર એક યુવકે ઝેરી દવા પીધી હતી. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક જીઆઈએએસમાં નોકરી કરે છે. પગાર વધારાની વારંવાર રજૂઆત છતાં પગાર વધારો ન કરાતા અંતે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતુ. પોલીસની સામે જ જવાને દવા પીધી હતી. જો કે યુવકને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવક ગીર સોમનાથનો હોવાનું સામે આવી રહ્યું છે