રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની રાજય કારોબારી અમદાવાદ ખાતે યોજાઈ.
કચ્છ જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો જોડાયા.
અમદાવાદ ખાતેની રાજ્ય કારોબારીમાં કચ્છ જિલ્લા શિક્ષકોના ચોવીસ જેટલા પ્રશ્નો રજુ કરાયા.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા જિલ્લાના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે;
(1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,
(2) 2017ની ભરતી વાળા બોન્ડ વાળા શિક્ષકોને જે-તે તાલુકામાં આંતરિક બદલીનો લાભ આપવા બાબત.
(3)વર્ષ- 2005 પહેલાના શિક્ષકો માટે OPS નો ઠરાવ કરાવવા બાબત
(4)જે પણ જિલ્લામાં જિલ્લાફેર માટે જે પણ વિષય/અગ્રતા મુજબ પ્રતીક્ષાયાદી છે તે આ જિલ્લા ફેર કેમ્પમાં પૂર્ણ થાય અને સામાન્ય/અગ્રતા મુજબ જે પણ જગ્યા ખાલી રહે તે ભરવા માટે આ કેમ્પ આ વર્ષમાં તે જિલ્લામાં ઓનલાઇન જિલ્લાફેર કેમ્પ કરવા માટે ભારપૂર્વક રજુઆત કરશો.
(5) પગાર ગાંધીનગરથી જ સીધો ઓનલાઈન કરવા બાબત
(6) બી.એલ.ઓ.જેવી બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા બાબત
(7) ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, આધાર ડાયસ, ડાયસ+ માં અવારનવાર જાતજાતના સુધારા થતા હોય સતત ઓનલાઈન કામ ચાલુ જ રહે છે આચાર્યો આમાથી જ નવરા ન થતા હોય.આવી ઓનલાઈન કામગીરી ઓછી કરવા બાબત.
(8)શાળાઓમાં જ્ઞાનકુંજ અને ઓનલાઈન ડેટા એન્ટ્રી માટે નેટ કનેકશન અને કમ્પ્યૂટર શિક્ષક આપવા બાબત.
(9) જે શાળામાં મુખ્ય શિક્ષક (HTAT) નથી એ શાળામાં પણ આચાર્યને ખુબજ વહીવટ કામગીરી સાથે સાથે વર્ગ પણ સંભાળવાનો હોય આવી શાળામાં એક વધારાનો શિક્ષક ફાળવવો અથવા આચાર્યને મહેકમમાં ન ગણવા બાબત.
(10) ડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃતિની દરખાસ્ત કર્યા પછી ઘણા બધા બાળકોની શિષ્યવૃતિ બેંકમાં જમા નથી થતી,બેંક તરફથી કંઈ જવાબ પણ નથી આવતો,વાલીઓ વારંવાર શિષ્યવૃતિ બાબતે આચાર્યો પાસે પૂછપરછ કરવા આવે છે પણ આચાર્ય કંઈ જવાબ આપી શકતા નથી,ઘણા બધા બાળકોની દરખાસ્ત કેન્સલ થાય છે,એડિટ કરવાથી પણ એડિટ નથી થતું અને દરખાસ્ત થઈ શકતી નથી એ બાબતે રજુઆત કરવી.
(11) જે કર્મચારીઓ 30 મી જૂને નિવૃત થતા હોય એને નામદાર ન્યાયાલયના ચુકાદા અન્વયે એક ઈજાફો આપવા બાબત.
(12) HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો બનાવી બદલી કેમ્પ કરવા બાબત.
(13) HTAT સંમેલનમાં રજૂ થયેલ તમામ પ્રશ્નો ઉકેલવા માટે ભારપૂર્વક રજુઆત કરવી.
(14) અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલ માતા પિતાના બાળકોને અભ્યાસ માટે શિષ્યવૃતિ મળતી નથી તો તેમને પણ શિષ્યવૃતિ મળે તે માટે યોગ્ય રજૂઆત કરવી.
(15) NMMS પરીક્ષામાં મેરીટમાં આવેલ જેટલાં બાળકો સરકારી શાળાને બદલે સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવે તો તેમને શિષ્યવૃત્તિ માટે લાયક ગણાવામાં આવતા નથી તેથી આટલા બાળકોને બદલે પ્રતીક્ષાયાદીમાંથી બાળકોને લાભ આપવામાં આવે.
(16) પાઠ્યપુસ્તકો સમયસર અને પુરેપુરા આપવામાં આવે તદુપરાંત શિક્ષકોને અભ્યાસ કરાવવા માટે શાળા દીઠ એક એક સેટ વધુ આપવામાં આવે.
(17) જવાહર નવોદયની પરીક્ષા આપવા માટે ઉંમર ધ્યાનમાં ન લેવામાં આવે.
(18) બાળવાટીકા અને નાના બાળકોને શાળા સમયમાં ઉંમરને ધ્યાનમાં રાખી છૂટછાટ આપવામાં આવે.
(19) શિષ્યવૃત્તિ પરીક્ષામાં બે વિદ્યાર્થીઓના સરખા માર્ક હોય તો ઉંમરને ધ્યાનમાં લેવામાં આવે છે એના બદલે સરકારી અને ખાનગી શાળા ધ્યાનમાં લેવામાં આવે અને સરકારી શાળાના બાળકને મેરિટમાં ગણવામાં આવે અથવા બંનેનેનો મેરિટમાં સમાવેશ કરવા બાબત
(20) સ્વ અધ્યયનપોથી સમયસર આપવી જેથી બાળકો અભ્યાસની સાથે પૂરી શકે.
(21)એકમ કસોટીઓનું ભારણ ઓછું કરવું અને બધા જ વિષયનો સરખો વેટેજ રાખવો તેમજ પુન: કસોટી રદ કરવી.
(22)N.M.M.S ની પરીક્ષા સરકારી શાળામાં ભણતા સરકારી કર્મચારી ના બાળકો આપી શકે એ બાબતે રજૂઆત કરવી.
(23)પગાર સિવાયના અન્ય ભથ્થા અને નિવૃત્ત થયેલ શિક્ષકોને મળતા લાભો માટેની ગ્રાન્ટ જાન્યુઆરી મહિનામાં આવેલ બીજી ગ્રાન્ટ હજી સુધી આવેલ નથી તો એ ગ્રાન્ટ સમયસર આવે એ બાબત.
ઉપરોક્ત તમામ વિષયોની રાજય કક્ષાએથી ભારપૂર્વક રજૂઆત કરી યોગ્ય ઉકેલ આવે પ્રયત્નો કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લા કચ્છ જિલ્લા ટીમ વતિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મંત્રી મુળજીભાઈ ગઢવી,પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગુરી ગોસ્વામી અને રાજય પ્રતિનિધિ શામજીભાઈ વરચંદ સહભાગી થઈ રાજય અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકી સમક્ષ કચ્છ જિલ્લાના 23 જેટલા વિવિધ પડતર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.