અનામત મુદ્દે સરકાર ફરી ફસાઈ કોર્ટના ચુકાદાનું શું કરવું?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત મુદ્દે ઉત્તરાખંડ હાઈ કોર્ટનો નિર્ણય ફેરવી તોળ્યો છે. જેના પર ફરી રાજકારણ ગરમાયું છે. વિપક્ષી કોંગ્રેસની સાથે-સાથે એનડીએ સરકારમાં સામેલ એલજેપી અને જેડીયુ જેવા પક્ષો પણ સરકારને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફેરવી તોળવા માગ કરી રહ્યા છે. આ મુદ્દે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. બે વર્ષ પહેલાં પણ એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટના બદલાવથી સરકારે તેનો નિર્ણય બદલવો પડ્યો હતો.