૩૩ વર્ષ જુના NDPS (ડ્રગ્સ)ના કેસના આરોપીને ઝડપી પાડતી -કારંજ પોલીસ

🇳🇪🇳🇪🇳🇪🚓🇳🇪🇳🇪🇳🇪
*૩૩ વર્ષ જુના NDPS (ડ્રગ્સ)ના કેસના આરોપીને ઝડપી પાડતી -કારંજ પોલીસ*
🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪
આજરોજ કારંજ સી.પો.ઇન્સ. શ્રી ડી.વી.તડવી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ. જી.આર.ભરવાડ તથા હે.કો.ગણપતભાઈ અમરાભાઈ તથા પો.કો. દિનેશભાઇ ગલબાભાઈ તથા ડ્રાઇવર પો.કો. જયેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ તમામ નોકરી કારંજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર નાઓ સાથે મળી *પ્રોહી ગુ.ર.નં.૩૮૪/૧૯૮૭ NDPS એકટ કલમ ૨૦(૨) તથા ઘી પ્રોહી એકટ કલમ ૬૬(બી),૬૫(એ)* મુજબના કામનો *આરોપી નામે પવનકુમાર બંશીધર જાતે-બ્રાહ્મણ (શર્મા) રહે,નવલગઢ જી-ઝૂંઝૂંનુ રાજસ્થાન રાજ્ય હાલ રહે,૨/૬૨ રાજસ્થાન હાઉસિંગ બોર્ડ ભીવાડી જી-અલવર રાજસ્થાન રાજ્ય* વાળાને ૩૩ વર્ષ જુના NDPS (ડ્રગ્સ)ના કેસ નો આરોપી વારંવાર પોતાનું રહેઠાણ બદલતો હોય અને રાજસ્થાન પોલીસ તેમજ ગુજરાત પોલીસ ને ચકમો આપી છટકી જતો હોય જે બાબતે સેશન્સ કોર્ટે વોરંટ ઈશ્યુ કરેલ હોય જેથી કોર્ટેના વોરંટ આધારે કારંજ પોલીસ સતત ત્રણ દિવસ વોચમાં રહી ખાનગી બાતમીદારો દ્વારા તથા કારંજ પોલીસ દ્વારા ભીવાડીના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના 3 વાગે છાપો મારી આરોપીને ઝડપી પાડતી કારંજ પોલીસ.