ભાજપમાં શિસ્તના ધજાગરા ઉડ્યાં, કચ્છ જિલ્લામાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ

કચ્છ જિલ્લા ભાજપમાં ફરી આંતરિક જૂથવાદ ચરમ સીમાએ આવ્યો છે. શિસ્તબધ ગણાતા ભાજપમાં શિસ્તના ધજાગરા થયા છે. પૂર્વ મંત્રી તારાચંદ છેડાના નિવેદનને લઈ વિવાદ ઉઠ્યો છે. થોડાક દિવસ આગાઉ ભુજ APMC ના ચેરમેન માટે યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે ભાજપના બળવાખોર નેતાઓના અન્ય જૂથે દાવેદારી નોંધાવી હતી.