ઇન્ડિયા રેકોર્ડ દ્વારા 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને રાજપીપળાના બહુમુખી પ્રતિભા ધરાવનાર દંપત્તિને સન્માનિત કરાયા.

રાજપીપળાના બહુમુખી પ્રતિભા ધરાવનાર દંપત્તિ દીપક જગતાપ અને જ્યોતિ જગતાપને એક્સિલન્સ એવોર્ડ -2021 એનાયત

ઇન્ડિયા રેકોર્ડ દ્વારા 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને રાજપીપળાના બહુમુખી પ્રતિભા ધરાવનાર દંપત્તિને સન્માનિત કરાયા.

દીપક જગતાપને સાયન્સ એન્ડ રાઇટર કેટેગરીમાં અને જ્યોતિબેન જગતાપને સોશિયલ વર્ક એન્ડ સર્વિસ કેટેગરીમાએવોર્ડ અપાયો

રાજપીપળા,તા. 28

ઇન્ડિયા રેકોર્ડ દ્વારા 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને રાજપીપળાના બહુમુખી પ્રતિભા ધરાવનાર દંપતિ દીપક જગતાપ અને જ્યોતિ જગતાપને ઇન્ડિયા રેકોર્ડ દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને એક્સિલન્સ એવોર્ડ -2021 એવોર્ડ આપવાની સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી.જેમા ગણતંત્ર દિવસ પર ઇન્ડિયા રેકોર્ડ પેજ પર ભારત અને વિશ્વના વિવિધ દેશોમાથી વિવિધ ક્ષેત્રોમાં પસંદ પામેલા 85 જેટલી પ્રતિભા સંપન્ન પ્રતિભાઓના નામની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ભારત, દુબઈ, લન્ડન , શ્રીલંકા, કેનેડા સહિતના વિવિધ દેશોમાંથી જુદાજુદા ક્ષેત્રોમાં પ્રશંશનીય કામગીરી કરતી હસ્તીઓને એક્સિલંસ એવોર્ડ-2021થી સન્માનિત કરી ઇન્ડિયા રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જેમાં ગુજરાતમાંથી આ નર્મદા જિલ્લાના રાજપીપળાની બહુમુખી પ્રતિભા ધરાવતા રાજપીપળાનું ગૌરવ ગણાતા જાણીતા વિજ્ઞાન લેખક,પત્રકાર સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર દંપતિ એવા દીપક જગતાપ અને જ્યોતિ જગતાપને ઇન્ડિયા રેકોર્ડ દ્વારા એક્સિલન્સ એવોર્ડ -2021થી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે જ્યોતિબેન જગતાપને સોશિયલ વર્કએન્ડ સર્વિસ કેટેગરીમા પસંદગી કરવામાં આવી છે. દીપક જગતાપ પોતે જાણીતા વિજ્ઞાન લેખક , કટાર લેખક છે.તેમના બે હજારથી વધુ લેખો પ્રસિદ્ધ થયા છે.અને વધુ 12થી વધુ પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.પાંચ જેટલા દૈનિક અખબારોમાં વિજ્ઞાન વિષયના લેખો લખતા કટાર લેખક છે. તેઓ જાણીતા વરિષ્ઠ પત્રકાર પણ છે. અને વિવિધ સામાજિક કાર્યોમાં પણ તેમનીનોંધપાત્ર સેવા બદલ તેમને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
જ્યારે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જ્યોતિ જગતાપ તેમની સંસ્થાના માધ્યમથી કોરોનાકાળ માં નર્મદા જિલ્લાના ઊંડાણના વિસ્તારોમાં સાત જેટલા જેટલા રક્તદાન કેમ્પ યોજીને તથા દંપતીએ બન્નેએ છે. સાતથી વધુ વાર સાથે રક્તદાન કરીને અસંખ્યલોકોની જિંદગી બચાવી છે.ઉપરાંત તેમની સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ પ્રમુખ જ્યોતિબેન જગતાપના નેજા હેઠળ કોરોનાના કપરા કાળમાં કામગીરી કરનાર ૩૦ જેટલી સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓને રેવાના મોતી એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. એ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ તેમની નોંધપાત્ર કામગીરીને ધ્યાનમાં લઈને આ એવોર્ડ થી તેમને સન્માનિત કરાતા નર્મદા જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અનેક શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.
આ અંગે ઇન્ડિયા રેકોર્ડના પ્રોજેક્ટ હેડ સ્વપ્નીલ આચાર્યના જણાવ્યા અનુસાર સમગ્રને દેશ અને વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રતિભાને ઇન્ડિયા રેકોર્ડમાં સ્થાન આપીને એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.ચાલુ વર્ષે ભારત ઉપરાંત વિવિધ દેશોમાંથી બિઝનેસ ,આર્ટ, મેડિકલ ,સાયન્સ એન્ડ રાઇટર, સોશિયલ એન્ડ સર્વિસ, શિક્ષણ પત્રકારત્વ ,અને ટુરિઝમ જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિધ્ધિઓ મેળવનાર અને વિશિષ્ટ કામગીરી કરનારને આ વર્ષે પણ આ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. દેશ અને વિશ્વભરમાંથી 1000 થી વધુ અરજીઓ આવ્યા બાદ 350 જેટલી હસ્તીઓ ને આ એવોર્ડ માટે નોમિનેશન મળ્યુ હતું. તેમાથી કૂલ 85 જેટલી પ્રતિભાઓની પસંદગી કરવામાં આવી છે.જેમને ચાલુ વર્ષે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ઇન્ડિયા રેકોર્ડના એક્સિલન્સ એવોર્ડ 2021 માટે પસંદ કરવામાં આવ્યા છે.આજે એમના નામોને ઇન્ડિયા રેકોર્ડ પેજ પર સત્તાવાર રીતે એક્સિલન્સ એવોર્ડ 2021ની જાહેરાત કરાઇ હતી. જેમાં એવોર્ડ વિજેતાને મેડલ, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
તસવીર: જ્યોતિ જગતાપ ,રાજપીપળા