મુખ્યમંત્રીને ધમકી આપનાર કથાકાર બટુક મોરારીની અટકાયત રાજેસ્થાનના દંત્રાઇ ગામ પાસે અટકાયત કરવામાં આવી હતી. બનાસકાંઠા એલ.સી.બી અને થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બટુક મહારાજની અટકાયત
બનાસકાંઠા એલસીબી ટીમને ને ફરી એક મોટી સફળતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપનાર બનાસકાંઠાના કથાકારની પોલીસે અટકાયત કરી છે. કથાકાર બટુક મહારાજે રાજ્યમાં મુખ્યમંત્રી પાસે રૂપિયા એક કરોડની માંગણી કરી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરળ કરીને મહારાજે ધમકી આપી હતી. અને ધમકી આપ્યાબાદ ભૂગર્ભમાં જતાં રહ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર રાજેસ્થાન મા આવેલા દંત્રાઇ ગામ પાસે બટુક મોરારી બાપુની અટકાયત કરવામાં આવી હતી લબકબનાસકાંઠા એલ.સી.બી અને થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બટુક મહારાજની અટકાયત કરવામાં આવી હતી. બટુક મોરારીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરીને CM પાસે રૂપિયા એક કરોડની માંગણી કરી હતી.નોધનીય છે કે, ગતરોજ ગુરુવાર આખો દિવસ આ ચર્ચાનો વિષય બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ખંડણી માંગવામાં આવી હોવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. પ્રાથમિક તપાસમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રામ કથાકાર બટુક મોરારિ બાપુ નામના શખ્સે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને સંબોધીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગતો વીડિયો વાઇરલ કર્યો હતો. અનેખંડણી માટે મુખ્યમંત્રીને 10 દિવસની મહોલત આપી હતી. અને જો તેમને પૈસા ન પહોંચાડવામાં આવ્યો તો સીએમને અકસ્માતમાં મારી નાખવાની અને સત્તા પરથી પછાડ઼ી દેવાની પણ ચિમકી આપી હતી. આરોપીએ ખંડણી ભર્યો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.વિડિયોમાં બટુક મહારાજ જણાવ્યુ હતું કે, તમને ગાદીએ બેસાડ્યા છે તો 1 કરોડ દક્ષિણા આપી જાવ અને જો પૈસા નહીં મળે તો 3 મહિનામાં તેમને સત્તા પરથી ઉખાડી ફેંકવાની પણ ધમકી આપી હતી. વધુમાં જણાવ્યુ હતું કે, તેમને ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ… એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે એટલે 5મી તારીખ સુધીમાં..