આ શિયાળાની સવારમા ઘરનું બારણું અધખુલું જોઈને છાનેછપને કોરોના ઘરમા ઘુસી આવ્યો

ગાંધી વૈધનું સહિયારું…
આ શિયાળાની સવારમા ઘરનું બારણું અધખુલું જોઈને છાનેછપને કોરોના ઘરમા ઘુસી આવ્યો.. પહેલા કરતા નબળો લાગતો હતો.. ગરીબડો લાગતો હતો.. મારી ઇમ્યૂન સિસ્ટમથી બચવા ખુદે માસ્ક પહેરી રાખ્યો હતો… આપણે બધાએ ભેગા મળીનેએની હાલત કરી જે નાખી છે. એ જોતાં મને એની દયા આવી. રોગનો પણ દુરપયોગ કરનાર, આપણા મહાન દેશ ઉપર મને અભિમાન પણ થયું… ડોકટરો, હોસ્પિટલો, વહીવટીતંત્ર સત્તાવાળા, સરકાર, રિંગટોન વગાડી વગાડીને કાનમા ઝાડા કરનાર ટેલિકોમ કંપનીઓએ કોરોનાને નીચોવીને મુકી દીધો.. વૂહાનથી નીકળ્યો ત્યારે આ અસુર હતો.. અત્યારે આ બિચારો બાપડો ગરીબ સસૂર થઈ ગયો છે..
મને રીતસરની અને પધ્ધતિસરની દયા આવી.. દયા વીરનુ લક્ષણ છે.. મે એને ઘરમા છુપાવી દીધો.. બારણું સજજડ બંધ કર્યું…
ત્યાં જ બારણે ટકોરા થયા.. મને અનૈ કોરોનાને એક સાથે ફાળ પડી… કોરાનાએ ઇશારાથી બારણું ન ખોલવા કહયું. કોરોના પડદા પાછળ સંતાઈ ગયો..
મે બારણું ખોલ્યુંઃ સામે એક રૂપકડી વેકસિન ચાઈનીઝ સિરીન્ઝ સાથે નજરે ચઢી..કપાળે કંકુને તિલક, માથા ઊપર નારિયેળના નિશાન.. શીશી ઉપર કંકુ ચોખા અટવાયા હતા. કોરોના કરતા વધારૈ બીક તો મને આ રુપાળી મોંધી વેકસિનને જોઈને લાગી.
“કોરાના તારામા જ છુપાયો છે” વેકસિનૈ ધારદાર મોંધા શબ્દો મા કહયું. અને ચાઇનીઝ સિરિંઝ મારી પુંઠના ઉપસેલા ભાગ સામે ગોઠવાય ગઈ.
હુ કરગરી પડયો.. રસોડામાથી રાતનું મરચાનું વાસી ભજિયું લઈ આવ્યો. એની સામે જ ચાવી ગયો.. મરચાની તિખાશથી મારી આંખમા આંસુ આવી ગયા..
મે કહયુઃ” જુઓ વેકસિનબેન.. મને તીખું લાગ્યુ..મતલબ સ્વાદ પારખી શકુ છું. મે ઊઘરસ પણ નથી ખાધી. મારૂ ટેમ્પેચર અનૈ ઓક્સિજન લેવલ પણ નોરમલ છે. મનૈ કોરોના નથી..”
વેકસિને વેધક અવાજે કહયુઃ “તને કોરાના છે કે નહિ, એ નકકી કરવાનુ કામ મૌધી હોસ્પિટલોનુ છે. આરોગ્ય તંત્રનું છે.. તુ કેવળ સામાન્ય ભારતીય નાગરિક છે.. આ રાષ્ટ્રીય સમસ્યાનો નિર્ણય તું ન લઈ શકે.. તારા જેવાને કારણે અમારે ખોખામા જ પડયુ રહેવુ પડશે. સરકારનો ખરચો માથૈ પડશૈ..”
પડદા પાછળ કોરોના ફાટી આંખે વેકસિનને જોઈ રહયો હતો.. વેકસિન યેનકેન પ્રકારે મારામા ઘુસવા પ્રયત્નશીલ હતી.. ચાઈનીઝ સિરિન્ઝનો આટલો બધો ઉત્સાહ મને પસંદ ન આવ્યો..
મે કહયુઃ સિરિંઝબૈન પહેલા તમારા મા વેકસિન તો ઠલવો…
“એનાથી શુ ફરક પડશે?” સિરિન્ઝે હસતા હસતા કહયું.. પણ આ વાત વેકસિનને ન ગમી. “ધંધાની વાતમા મજાક નંઈ કરવાની..” વેકસિને અણગમતા અવાજે કહયુ. પણ ત્યાં સુધી ઉતાવળી સિરિન્ઝ મને ભોંકાય ગઈ.. મે જોરથી ચીસ પાડીને મારી ઊંઘ ઉડી ગઈ. સવાર સવારમા આવા સપના આવે છે બોલો….
ડો. સ્વપ્નિલ કૈશવલાલ મહેતા