આજથી ગુજરાતમાં બોર્ડની પ્રથમ પરીક્ષા, દિવ્યાંગ કલગી રાવલ પણ સાબરમતી કેન્દ્રીય વિદ્યાલય માંથી પરીક્ષા આપશે

કોરોના વચ્ચે ગુજરાતમાં આજ તા.27 મી થી શરૂ થઈ રહેલી નશનલ ઓપન સ્કૂલિંગ (NIOS)બોર્ડની પહેલી પરીક્ષામાં અમદાવાદની દિવ્યાંગ દીકરી કલગી પણ સાબરમતી રેલ્વે કોલોની પાસે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં બપોરે 1 થી 5.30 સુધી નેશનલ ઓપન સ્કૂલિંગની સૌ પહેલી પરિક્ષાર્થી તરીકે પરીક્ષા આપવા બેસશે.

સમગ્ર દેશમાં શરૂ થઈ રહેલી નેશનલ ઓપન સ્કૂલિંગની ધોરણ12ની પરીક્ષામાં અમદાવાદની સૌ પહેલી દિવ્યાંગ દીકરી કલગી રાવલ પણ પરિક્ષાર્થી બનશે, કોરોનાના 9 મહિના દરમિયાન સામાન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા હતા તયારે કલગીએ કોઈ પણ શિક્ષક કે શાળા વિના ઘેર બેસીને NIOS ની અંગ્રેજી મીડીયમની પરીક્ષાની તૈયારી કરી હતી..