*ચાણસ્માના મંડલોપ પાસે ગોકળગતીએ ચાલતા રોડના કામથી વાહનચાલકો પરેશાન*
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ તરફ જતા રોડનું નવિનીકરણ કામ ચાલું છેલ્લા એક મહિનાથી કરવામાં આવ્યું છે પરંતું કામ ગોકળગતીએ ચાલતું હોવાથી પસાર થતા વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહ્યું છે.
ચાણસ્મા થી મંડલોપ તરફ હાલ નવીનીકરણ માટે રોડ નું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા એક મહિનાથી રોડનું ખોદકામ કરી દેવામાં આવ્યું હોવાથી રોજીંદા પસાર થતા વાહનચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તદુપરાંત મંડલોપ ગામ પાસે ઈન્ડેન ગેસ એજન્સી નું ગોડાઉન પણ આવેલું છે જેથી ગેસ ની બોટલો લેવા માટે પણ આવતા ગ્રાહકોને મુશ્કેલી પડે છે