રાજપીપળા નજીક માંડણ ગામ પાસે કુલ કિ. રૂ.4,85,900/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા.
ભૂરા કલરની બલેનો કારનો પીછો કરી ગાડી માંથી દારૂ ઝડપાયો.
ઇંગ્લિશ દારૂ ના ક્વાટરીયા નંગ 704 કિં. રૂ.70400 /- તથા મોબાઇલ નંગ-4 કિં.રૂ.15500/- તથા 4 લાખની બલેનો કાર સહિત કુલ કિ. રૂ. 4,85,900/- ના મુદ્દામાલ કબજે કરી લેતી પોલીસ.
બે આરોપી ઝડપાયા,પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા.
રાજપીપળા,તા.23
રાજપીપળા નજીક માંડણ ગામ પાસે ભૂરા કલરની બલેનો કારમાં દારૂનો મુદ્દામાલ હોવાની બાતમી મળતાં એલસીબી નર્મદા પોલીસે પીછો કરી ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ ના ક્વાટરીયા નંગ 704 કિં. રૂ.70400 /- તથા મોબાઇલ નંગ-4 કિં.રૂ.15500/- તથા 4 લાખની બલેનો કાર સહિત કુલ કિ. રૂ. 4,85,900/- ના મુદ્દામાલ કબજે કરી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.જ્યારે બીજા પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહની સુચના અનુસાર એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા તથા એલસીબી સ્ટાફના પોલીસ માણસોને જિલ્લામાં દારૃની હેરાફેરી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઇસમોએ ઉપર વોચ રાખવા જણાવતાં અહેકો પ્રકાશભાઈ રતિલાલ તથા અહેજો દુર્ગેશભાઇ ચંપકલાલને સંયુક્ત બાતમી મળેલ કે એક ભૂરા કલરની બલેનો ફોરવીલ ગાડી નંબર જીજે 16 સીએન 8342 માં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરી દેડીયાપાડા થી રાજપીપળા તરફ આવવા નીકળેલ છે. જે બાતમીને આધારે એ વાહનની વોચમાં રહી ખુંટાઆંબા બસ સ્ટેન્ડ પાસેથીએ ગાડીની વોચના ઉભા હતા, તે દરમિયાન બાતમીવાળી બલેનો ગાડી મોવી તરફથી આવતા તેને ઉભી રાખવાનો હાથથી ઈશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી નહીં,અને રાજપીપળા તરફ આવવા લાગેલ. જેથી તેનો પીછો કરતા તે બલેનો ગાડી માંડણ ગામમાં જવાના રસ્તા પાસે પકડી પાડેલ અને ગાડીને ઝડપી તપાસ કરતા તેમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂ ના ક્વાટરીયા નંગ 704 કિં. રૂ.70400 /- તથા મોબાઇલ નંગ-4 કિં.રૂ.15500/- તથા 4 લાખની બલેનો કાર સહિત કુલ કિ. રૂ. 4,85,900/- ના મુદ્દામાલ સાથે આરોપી પ્રતિકભાઇ મહેશભાઈ પટેલ (હાલ રહે,નેત્રંગ જીન બજાર, રમેશ પટેલ ના મકાનમા તા. નેત્રંગ મૂળ રહે, પટેલ ફળિયુ તા.વિજાપુર જિ.મહેસાણા), કિરણભાઈ ઈશ્વરભાઈ વસાવા (રહે,માંડણ ) ને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા તેમને વિશેષ પૂછપરછ કરતા આરોપી રમેશભાઈ (રહે, પીપલખુંટા તા. અકકલકુવા જી. નંદુરબાર મહારાષ્ટ્ર) જગદીશભાઈ પાચીયાભાઈ વસાવા (રહે, કુંટીલપાડા) જયદીપભાઇ જગદીશભાઈ વસાવા (રહે, માંડણ) સુરેશભાઈ ઇશ્વરભાઇ વસાવા (રહે,માંડણ ), સુરેશભાઈ વસાવા (રહે,ઝરણા, નેત્રંગ ) ના નામો ખુલતા આ ગુના માટે તમને વોન્ટેડ જાહેર કરી રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા