રાજપીપળાના જાણીતા ડોક્ટર દંપતીએ કોરોના વેક્સીનને લઈ દેશમાંથી કોરોના નાબૂદ કરવા સંદેશ આપ્યો.
સૌ કોઈએ આ રસી મૂકવો આની કોઈ આડઅસર નથી,દેશ-દુનિયાની કોરોના મુક્ત કરવા અપીલ કરી.
રાજપીપળા,તા.23
રાજપીપળાના જાણીતા ગાયનેક ડો.દર્શનાબેન દેશમુખ અને તેમના પતિ ડો. રાજકુમારી કોરોના વેક્સીન લીધી હતી, ત્યાર બાદ જાહેરમાં સૌને સંદેશ આપતા જણાવ્યું હતું કે અમે દંપતીએ આ રસીનો ડોઝ લીધો છે. એની કોઈ આડઅસર નથી માટે દેશના દરેક નાગરિકને તેમણે અપીલ કરી હતી કે આ રસી લઇ દેશ અને દુનિયામાંથી કોરોના નાબૂદ કરો,આ રસી ભારત દેશમાં જ બનેલી રસી હોય,તેની કોઈ અન્ય અસર નથી.પોતાના સ્વાસ્થ્ય માટે આ રસી લઇ દેશમાંથી કોરોના નાબૂદ કરો. અને અંતમાં સૌ સ્વસ્થ રહે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા