નર્મદા જિલ્લાના 322 વિવિધ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા આરોગ્ય કમિશનરની લાલ આંખ.
એપેડેમીક એક્ટ લગાડવાની ચીમકી સાથે તાત્કાલિક ફરજ પર હાજર થવા નોટિસ ફટકારાઈ.
આરોગ્ય કર્મીઓએ કરી એપેડેમીક એક્ટ અને નોટિસની કરી ઐસી કી તૈસી.
11મા દિવસે પણ ચાલુ રાખી હડતાલ.
કર્મચારીઓએ નોટિસનો આપ્યો જવાબ
આરોગ્ય કર્મચારી મહાસંઘ આદેશ અનુસાર જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
31 મી જાન્યુઆરીએ પલ્સ પોલિયો રસીકરણ ની કામગીરીનો બહિષ્કાર કરશે.
આરોગ્ય કર્મચારીઓએ નર્મદા સરપંચ.પરિષદ તથાસ સાંસદને પણ આપ્યુ આવેદન
રાજપીપળા, તા.22
નર્મદા જિલ્લાના 322 જેટલા આરોગ્ય કર્મચારીઓ રસીકરણ પહેલા જ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા આજે 11મો દિવસ છે. ત્યારે 11 મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ રહી હતી.જોકે વિવિધ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા આરોગ્ય કમિશનરને લાલ આંખ કરી એપેડેમીક એક્ટ લગાડવાની ચીમકી સાથે તાત્કાલિક ફરજ પર હાજર થવા નોટિસ ફટકારાઈ છે.આરોગ્ય કમિશ્નર એ નર્મદા કલેકટર ની એપેડેમીકઆજરોજ નર્મદા જિલ્લાના વિવિધ આરોગ્ય કર્મચારીઓ સીડીએચઓ અને સીડીએચઓએ ડીએચઓને લેખિત સૂચના આપતા ડીએચઓએ તમામ કર્મચારીઓને નોટિસ ફટકારી તાત્કાલિક ધોરણે બિનશરતી ધોરણનો એ ફરજ પર હાજર થઈ જવાનું ફરમાન જારી કરી એપેડેમીક એક્ટર લગાડવાની ચીમકી આપી છે.
આ અંગે નર્મદા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું.ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના આદેશ અનુસાર તેમની માગણીઓ સરકાર સ્વીકારી ન હોવાથી નર્મદાના તમામ આરોગ્ય કર્મચારીઓ હડતાળ ચાલુ રાખશે.અને ફરજ પર હાજર થશે નહીં. એવો નોટિસનો જવાબ પણ આપી દેતા તંત્ર હરકતમાં આવી ગયું છે.અને પોતે કોરોના રસી લેશે પણ નહીં કે આ વખતે પણ નહીં. અને અચોક્કસ મુદત સુધી અમારી હડતાળ ચાલુ રહેશે.તેમ જણાવ્યું હતું એટલું જ નહીં આગામી 31 મી જાન્યુઆરીએ પલ્સ પોલિયો રસીકરણ ની કામગીરીનો બહિષ્કાર કરશે.એવી જાહેરાત પણ કરતા આ કામગીરી ખોરવાઇ જવાની ભીતિ સેવાઈ રહી છે.
આજે 11 માં દિવસે પણ આરોગ્ય વિભાગના લેબ.ટેકનિશિયન,મેલ અને ફિમેલ હેલ્થ વર્કર ફાર્મસી અને સ્ટાફ નર્સ સહિતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ રહી હતી.
જોકે આ પ્રશ્ન ઝડપથી ઉકેલી તે માટે સરકારમાં દબાણ લાવવા નર્મદા સરપંચ પરિષદને,સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપ અગ્રણીઓને પણ આવેદન આપી તેમના પ્રશ્નો સરકાર ઝડપથી ઉપડે તેવી રજૂઆત કરી હતી.
જેમાં આવનાર દિવસોમાં તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને તેમના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,આરોગ્યમંત્રી કુમાર કારાણીને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવશે.એમ સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું.
કોરોના વોરિયર્સ ના પ્રશ્નો ઉકેલવાની બદલે સરકાર આરોગ્ય કર્મીઓ સામે એપેડેમીક એક્ટ લગાવાની ચીમકી આપી છે.તે સરકાર માટે નિંદનીય છે. કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્ય પરેશ ધાનાણીએ સરકારના નિયમને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.અને કોરોના જેવા કપરા સમયમાં આરોગ્ય કર્મીઓના પ્રશ્નનો ઉત્તર ઝડપથી ઉકેલે તેવી માંગ કરી હતી.ગુજરાતના આરોગ્ય કર્મચારીના પ્રશ્નો અને શંકરસિંહ વાઘેલા,જીગ્નેશ મેવાણી જેવા નેતાઓએ પણ સમર્થન કર્યું હતું.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા