મિલિંદ સોમને મુંબઈથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 416કિમિની રાષ્ટ્રીય એકતા દોડ પુરીકરી

ભારતીય ફિલ્મ જગત-બોલિવૂડના જાણીતા અદાકાર અને સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમને મુંબઈથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 416કિમિની રાષ્ટ્રીય એકતા દોડ પુરીકરી

આજેબીજે દિવસે રવિવારે મિલિંદ સોમનની રન ફોર યુનિટી યાત્રાનુ રાજપીપલા, ગોરા અને કેવડિયા ખાતેકરાયું ભવ્ય સ્વાગત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેરાષ્ટ્રીય એકતા દોડનું થયું સમાપન:

રાજપીપલા,તા.22

ભારતીય ફિલ્મ જગત-બોલિવૂડના જાણીતા અદાકાર અને સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમને મુંબઈના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યોજેલી 416કિમિની રાષ્ટ્રીય એકતા દોડ નર્મદા જિલ્લા મા પ્રવેશતા યાત્રા ના અંતિમ દિવસે તા.૨૨ મી ઓગષ્ટ રવિવારના રોજ સવારે
રાજપીપલા, ગોરાઅને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચતા મિલિન્દ સોમનનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

મિલિંદ સોમનની આ “રન ફોર યુનિટી” યાત્રા તેના આગળના નિર્ધારીત રૂટ મુજબ રવિવારના રોજ સવારે ૭ કલાકે નાંદોદ તાલુકાના આમલેથા ખાતેથી સોમનની આ રાષ્ટ્રીય એકતા દોડ કેવડીયા તરફ પ્રસ્થાન કરાયું હતું. ત્યારબાદ આમલેથા થી મિલિન્દ સોમનની દોડ રાજપીપલા ખાતે આવી પહોંચતા રાજપીપલા મા મિલિન્દ સોમનનુ સ્વાગત સાથે અભિવાદન કરાયુ હતું. ત્યાંથીમિલિન્દ સોમન
આમલેથા મિલ ખાતે આવી પહોંચતાઆમલેથા મિલદ્વારા
અને આમલેથા પોલીસ અને ગ્રામજનો દ્વારા સ્વાગત
સ્વાગત કરાયું હતું. આ દોડ યાત્રા રાજપીપલા આવી પહોંચતા મહારાજા વિજયસિંહ ચોક ખાતે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, -અને તેમની ટીમ દ્વારા સ્વાગત કરાયું હતું એ ઉપરાંત રાજપીપલા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલા દ્વારા આંબેડકર ચોક ખાતે અને જાયન્ટસ ઇન્ટરનેશનલ અને વિવિધ વેપારી મંડળ દ્વારા હરસિદ્ધિ માતાજી મંદિર પાસેતથા રોટરી ઇન્ટરનેશનલ દ્વારા સંતોષ ચાર રસ્તા ખાતેઅને ગાંધી ચોક ખાતે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા સ્વાગત કરાયું હતું
એ ઉપરાંત યાત્રાકેવડિયા તરફ આગળ વધતા ગોપાલપુરા અને ફૂલવાડી ગામે ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું ત્યાર બાદ બપોરે યાત્રા ગોરા પહોંચી હતી.ગોરા ખાતે મુખ્ય કારોબારીઅધિકારી,souadtga દ્વારા સ્વાગતતથા રામકૃષ્ણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ,લીમડી ખાતે જનરલ મેનેજર,યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને તેમની ટીમ દ્વારા સ્વાગત કરાયુ હતું છેવટે દોડ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગમન થતાં 416કિમિ ની રાષ્ટ્રીય એકતા દોડ યાત્રાનું સમાપન થયું હતું
ત્યારે બાદ ટેન્ટ સીટી -2ખાતે પત્રકાર પરિષદને મિલિન્દ સોમને સંબોધી હતી

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા