કેવડીયા પાસેના વિયર ડેમ પાસે આવેલ નર્મદા નદીમાં નાહવા પડતા પાણીના ઊંડા પાણીમાં 19 વર્ષીય યુવાન ડૂબી જતા મોત.
4 દિવસ પછી શોધખોળ બાદ અંક્તેશ્વે થી રામપુરા તરફ એક કિ.મી દુર નર્મદા નદીમાં આવેલ પથ્થર ઉપર વચોવચ ઉંધી હાલતમાં પડેલી લાશ મળી આવી.
રાજપીપળા,તા. 21
કેવડીયા પાસેના વિયર ડેમ પાસે આવેલી નર્મદા નદી માં 19 વર્ષીય યુવાન નાહવા પડતા પાણીના ઉંડા પાણીમાં ડુબી જતાં યુવાન નું મોત નીપજ્યું છે.4 દિવસ પછી ભારે શોધખોળ બાદ અંકતેશ્વર પુર થી રામપુરા તરફ એક કિ.મી દુર નર્મદા નદીમાં આવેલ પથ્થર ઉપર વચ્ચોવચ ઊંઘી હાલતમાં પડેલા મળી આવતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર મરના આલોક કરનસીંગ રાજપુત (ઉં.વ.19 રહે,ગરુડેશ્વર,ભગવતી અન્નક્ષેત્ર, મૂળ રહે. રાજગઢ તા.રાજગઢ જી. ચુરુ રાજસ્થાન ) ગઈ તા.16 /1/21ના રોજ વિયર ડેમ પાસે આવેલ નર્મદા નદીમાં ન્હાવા પડતાં પાણી ઊંડા પાણીમાં ડૂબી ગયેલા તેની લાશ ની નર્મદા નદીમાં શોધખોળ કરતા તા.20/1/ 21ના રોજ અંકતેશ્વર પુલ થી રામપુરા તરફ એક કિ.મી દુર નર્મદા નદીમાં આવેલા પથ્થર ઉપર વચોવચ ઊંધી હાલતમાં પડેલા લાશ મળી આવી હતી.જેની જાણ પોલીસને કરતાં ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા