1 રૂપિયામાં કેન્સરની સારવાર કરતાં રાજપીપળાના ડો.દમયંતી નું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડ માં સમાવિષ્ટ કરતા નર્મદા નું ગૌરવ.
રાજપીપળા,તા.21
નર્મદા જિલ્લા રાજપીપળાના 1 રૂપિયામાં કેન્સરની સારવાર કરતાં અને તેમની સેવા કાર્ય માટે તેમનું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવિષ્ટ કરાતાં નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ડો.દમયંતી પ્રદિપસિંહ છેલ્લા દસ વર્ષ થી 1 થી 12 વર્ષના બાળકોને મફત દવા પીવડાવે છે આ ઉપરાંત તેઓ કેન્સરના દર્દીને માત્ર એક રૂપિયા માં સારવાર કરે છે.સાથે તેઓ વનસ્પતી અને જડીબુટ્ટીઓ માંથી દવા બનાવી બીજા અનેક રોગોની સારવાર કરી રહ્યા છે. તેઓ કેન્સર, ડાયાબિટીસ,નિસંતાન દંપતી,સ્કીન સફેદ કોઢ, કિડનીની, પથરી વગેરેનો ઈલાજ તેઓ કરે છે.અને તેમની આ દવા થતી સારવાર માટે દેશ-વિદેશમાંથી લોકો આવે છે,અને સારા પણ થાય છે.તેમની આ સિદ્ધિને નોંધ લઇ તેમનું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડ માં સમાવેશ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમણે ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ, લેજેન્ડ ઓફ ધ વર્લ્ડ,વુમન એક્સેલેન્સ એવોર્ડ, ગુજરાત કોરોના ક્ષત્રિય ઓરીએન્ટ વગેરે જેવા અનેક એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માં પણ જોડાયેલા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા