વન્યજીવ કાચબા પર તાંત્રિક વિધિ કરતા પાંચ ઈસમો ઝડપાયા.

વન્યજીવ કાચબા પર તાંત્રિક વિધિ કરતા પાંચ ઈસમો ઝડપાયા.
વન્યજીવ ચાર કાચબા ન તેમજ બે મારક હથિયાર તલવાર ,એક ધારીયું, એક છરો વન વિભાગે જપ્ત કર્યુ.
પંચમહાલના વાકુલી ગામના ગીચ જંગલમાં વિધિ કરતા પકડ્યા.
રાજપીપળા, તા.21
ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને છેલ્લા બે મહિનાથી માહિતી મળી હતી કે પંચમહાલ ના રાજગઢ માં તાંત્રિક વિધિનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.તેની ઉપર જીએસપીસીએ ટીમેં વોચ ગોઠવતાં આખરે આજરોજ જીએસપીસીએ ટીમ તેમજ વડોદરા વાઇલ્ડ લાઇફ સર્કલનો સ્ટાફ તેમજ રાજગઢ આરએફઓ સાથે મળી સંયુક્ત ઓપરેશ હાથ ધરી નકલી સાધુ બનેલા વન અધિકારી વિધિનો વ્યગ રચ્યો હતો.જેમાં વાકુલી ગામના ગીચ જંગલમાં વિધિ ચાલી રહી હતી. જેમાં મુખ્ય આરોપી માઊસિંગ બારીયા જે વન્યજીવ પર વિધિ કરવા માટે જંગલમાં લઈ ગયેલ હતો.જેણી પાસે શિડયુલ-1માં આવતા કાચબા ચાર નંગ હતા.જેની પર તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરવાનો હતો.આ તાંત્રિક વિધિ માં અન્ય ચાર સાગરીતને પણ મુદા માલ સાથે વન વિભાગે રંગે હાથ ઝડપી પડ્યા હતા.તેમની પાસેથી વન્યજીવ કાચબા નંગ-4, તેમજ મારક હથિયાર બે તલવાર ,એક ધારીયું, એક છરો વન વિભાગે જપ્ત કર્યુ હતું જેમની સામે વન્યજીવ અધિનિયમ 1972 મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહીના ચક્રો ગતિમામ કર્યા હતા.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા