*ભાજપમાં શિસ્તની વાત કરવામાં આવે છે કોર્પોરેટર દારૂના નશામાં ડાન્સ કરે છે*

સુરતમાં ભાજપના કોર્પોરેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાજપના કોર્પોરેટર પિયુશ શિવશક્તિવાળા દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા છે. આમ તો ભાજપમાં શિસ્તની વાત કરવામાં આવે છે. પરંતુ દારૂના નશામાં ભાન ભુલેલા કોર્પોરેટરને એવો તો મદીરાનો નશો ચડ્યો કે, તેઓ જનતાના પ્રતિનિધિ હોવાનું પણ ભુલી ગયા. વીડિયોમાં ભાજપના કોર્પોરેટર સાથે અન્ય લોકો પણ ડાન્સ કરી રહ્યા છે. ત્યારે આ સુરતના સગ્રામપુરાના આ કોર્પોરેટરનો વીડિયો નારગોલનો છે.