*2 દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળ 60 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા*

ગુજરાત બેંક વર્કર યુનિયન રાજકોટ જોઈન્ટ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, 4 વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાળ થઈ ચૂકી છે. જોકે, સરકાર દ્વારા તે મુદ્દે કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 3 હડતાળનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ હડતાળ 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના દિવસે થશે. જ્યારે 11થી 13 માર્ચે બીજી હડતાળ અને 1લી એપ્રિલથી અનિશ્ચિતકાળ માટે હડતાળનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.