*પાકિસ્તાનને એલઓસી પર અંધાધૂંધ ગોળીબાર કર્યોઃ ભારતે આપ્યો વળતો જવાબ*

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન સીમા પારથી સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાને ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછ જિલ્લાના દિઘવાર સેક્ટરમાં એલઓસી પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાની આર્મી સરહદ પારથી સતત ફાયરિંગ કરી રહી છે અને મોર્ટાર પણ છોડી રહી છે. ભારતીય સુરક્ષા દળો પણ પાકિસ્તાનના કૃત્યનો જવાબ આપી રહ્યા છે