*ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે ઘટાડો*

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસને લીધે પેટ્રોલ અને ડીઝલની માગમાં ઘટાડો થવાની આશંકાને પગલે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આવતાં દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત ઘટી રહી છે. દિલ્હી સહિત દેશના વિવિધ શહેરોમાં પેટ્રેલ-ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 23 પૈસા સસ્તું થઈને પ્રતિ લિટર રૂ. 72.45 હતું, જ્યારે ડીઝલની કિંમતો પણ 25 પૈસા ઘટી 65.43 પ્રતિ લિટર હતી