જામનગરમાં બનશે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ.. જામનગર કલેક્ટર દ્વારા આપવામાં આવી માહિતી.
જામનગર: જામનગરના બુકબ્રોન્ડ મેદાનમાં બનશે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જગ્યાની માપણી કરી કબજો કોર્ટને સુપ્રત કર્યો. લાલબંગલા પાસે આવેલી તમામ કોર્ટનું નવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે. માર્ચ 2021 સુધીમાં નવી કોર્ટ માટે ઇમારતનું કામ થવાની સંભાવના. ગાંધીનગર પાસે આવેલ સર્વે નં 4112 જગ્યા કુલ 24011 ચોરસ મીટર એટલે કે અઢી લાખ ફૂટ જેટલી છે આ જગ્યામાં કોર્ટની સાથે સાથે ન્યાયાધીશ માટે ક્વાર્ટર પણ બનાવવમાં આવશે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા વધુ માહિતી આપવામાં આવી.