અમદાવાદ-કેવડીયા જનશતાબ્દિ એક્સપ્રેસમાં બેસીને આવેલા પ્રવાસીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા.
દાદર-કેવડીયા એક્ષપ્રેસ ટ્રેનના પ્રવાસી પ્રશાંતભાઇ ગાંધી કહે છે કે, કોઇપણ પ્રકારની મુશ્કેલી વિના સરળતાથી તમામ પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ શકશે.
એક ભારત-શ્રેષ્ઠ ભારતની થીમની સાથોસાથ હવે સર્વશ્રેષ્ઠ ભારત માટે સહુએ સંકલ્પબધ્ધ થઇને ભારતને વધુ વિકાસના પંથે લઇ જઇએ -પ્રવાસી ઉવાચ.
એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબનું સ્વપ્ન વડાપ્રધાનએ પૂર્ણ કર્યું છે- ચૈતન્ય શંભુ મહારાજ.
રાજપીપલા,તા.19
અમદાવાદ-કેવડીયા જનશતાબ્દિ એક્સપ્રેસમાં બેસીને કેવડિયા આવેલા પ્રવાસીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા
જેમા અમદાવાદ-કેવડીયા જનશતાબ્દિ એક્સપ્રેસમાં બેસીને આવેલા અમદાવાદ ભાગવત સોલા વિદ્યાપીઠના શ્રી લાભશંકર પંડ્યાએ જણાવ્યું હતું કે, દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવડીયા ખાતે એકતાની મિશાલ સમાન સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા સ્થાપીને દેશનું નામ રોશન કર્યું છે. તેમજ નવી પેઢીને સરદાર સાહેબે કરેલા કામોની રૂપરેખા પણ મળી રહેશે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી અનેક લોકોને રોજગારી પણ મળી રહેશે. તમામ પ્રવાસીઓને એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. આ રેલ સેવા પુરી પાડવા બદલ પ્રધાનમંત્રીશનો આભાર વ્યક્ત કરું છું.
અમદાવાદ-કેવડીયા જનશતાબ્દિ રેલમાં આવેલા કાલુપુર સ્વામીનારાયણ મંદીરના સંત નિર્મલ શાસ્ત્રીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, જેના હ્રદયમાં રાષ્ટ્રીય ભાવના અને ગુજરાતનું ગૌરવ અને ગર્વ એવા સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિરના નિર્માણનું પુન:જાગરણ કર્યું હતું તેવી જ રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત કરીને ગુજરાતનું અને ભારતનું ગૌરવ વધાર્યું છે.
ગાંધીનગરના ગૌ-સેવા આયોગના પૂર્વ ચેરમેન ચૈતન્ય શંભુ મહારાજે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદ -કેવડીયા જનશતાબ્દીનું ઉદઘાટન વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યું ઓફ યુનિટી કેવડીયા માટે કર્યું છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં આ વિશ્વનું પસંદગી પર્યટન સ્થળ બની રહેશે અને ભારતનું નામ રોશન થશે.
અમદાવાદ-કેવડીયા એક્સપ્રેસમાં બેસીને આવેલા ચર્ચ ઓફ નોર્થ ઓફ ઇન્ડીયા ડાયોસીસ તરીકે સેવા આપનાર રેવન સંજીવ ક્રિચ્યને તથા અમદાવાદ- કેવડીયા જનશતાબ્દિ એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા ગુજરાતની લોકગાયિકા અને કચ્છના વતની ગીતાબેન રબારીએ પ્રતાપનગર -કેવડીયા મેમૂ ટ્રેનમાં બેસીને આવેલ વડોદરા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સુધીર જોશીએ પણ પોતાનો પ્રતિભાવો આપ્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા