મોદી સરકારે વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય 12 કલાકમાં જ પાછો ખેંચાયો

કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આ આદેશ ભૂલથી આપવામાં આવ્યો હતો.