૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ “વિશ્વ યોગ દિન”ની ઉજવણી કરાશે.કોરોના વાઇરસને હરાવવા “ Yoga at Home”, “Yoga With Family” ના કન્સેપ્ટથી યોગ કરાશે.

ગાંધીનગર: શુક્રવાર:

આયુષ મંત્રાલય, નવી દિલ્હી અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં ૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી NON-CONGREGATIVE (એકત્રિત થયા વગર) આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે “YOGA AT HOME”, “YOGA WITH FAMILY” નો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા તેમજ મહાનગરપાલિકાની સમગ્ર જન સમુદાયને પરિવાર સાથે તેમના ઘરેથી સવારે ૦૭:૦૦ કલાકે ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સરકારશ્રી દ્વારા ઘરેથી યોગમાં ભાગ લે તે માટે વિસ્તૃત ગાઈડલાઇન https://yoga.ayush.gov.in/yoga પર મુકવામાં આવી છે.
દેશના વડાપ્રધાનશ્રી દ્વારા તા. ૩૧/૦૫/૨૦૨૦ ના “મન કી બાત” કાર્યક્રમમાં જણાવ્યા મુજબ “MY LIFE MY YOGA” વિષય પર વિડીયો બ્લોગિંગ કોન્ટેસ્ટ જાહેર કરી તેમાં દરેકને ભાગ લેવા જણાવેલ છે, જે અંતર્ગત ભાગ લેનારે ત્રણ મિનિટના સમયગાળાનો ૦૩ યોગીક ક્રિયાઓ સાથેનો SHORT VIDEO MESSAGE બનાવી સોશિયલ મીડિયા(ફેસબૂક, ટ્વિટર, ઇનસ્ટાગ્રામ)માં #MyLifeMyYogaINDIA સાથે અપલોડ કરવા અપીલ કરવામાં આવી છે. આ મુજબ કોન્ટેસ્ટ અંગેની એન્ટ્રીઓ આયુષ મંત્રાલયની વેબ સાઇટ https://yoga.ayush.gov.in/yoga તથા અન્ય બે ચેનલ (૧) The MyGov Platform (૨) https://mylifemyyoga2020.com પર પણ કરી શકાશે.
ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૧૪/૦૬/૨૦૨૦ થી ૨૦/૦૬/૨૦૨૦ સુધી “યોગ કરીશું કોરોનાને હરાવીશું”, ‘#DoYogaBeatCorona’ હેશટેગ સાથે રાજ્યકક્ષા યોગ સપ્તાહ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૯,૨૦ જૂનના રોજ તમારા મનગમતા આસન સાથે તમારો ફોટો સોશિયલ મીડિયા પર ‘#DoYogaBeatCorona’ સાથે પોસ્ટ કરીને આ કેમ્પેનમાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.
તા ૨૧ મી જૂન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગ રૂપે સવારના ૦૭:૦૦ કલાકથી ટેલીવિઝન તેમજ સોશિયલ મીડિયા પર કોમન યોગા પ્રોટોકોલ (CYP) મુજબનું યોગ સેશન યોજાશે. આ ઉપરાંત યુ ટ્યુબ વિડીયો લિન્ક – https://www.youtube.com/watch?v=0Bsb01XaCfc પર પણ ગુજરાતી ભાષામાં આ સેશન આપવામાં આવ્યું છે, જે મુજબ ગાંધીનગર જિલ્લા તેમજ મહાનગરપાલિકા ની તમામ જનતાને વિશ્વ યોગ દિન ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.
VVVVVVVVVVVVVVVVVVVVVVVVVV