નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વિકાસ લક્ષી કામોના ખાતમુહૂર્તની મોસમ શરૂ થઈ!

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વિકાસ લક્ષી કામોના ખાતમુહૂર્તની મોસમ શરૂ થઈ!
દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના અલગ અલગ વિસ્તારના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપ પાર્ટીના આગેવાનો એક મંચ પર.
રાજપીપળા, તા. 19
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિકાસ લક્ષી કામોના ખાતમુહૂર્તની મોસમ શરૂ થઈ છે.એની પાસેથી વિકાસના નામે વોટ લેવા હવે વિકાસના કામોના ખાતમુહૂર્ત શરૂ થતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
જેમાં સાગબારા અને દેડીયાપાડા તાલુકાના અલગ અલગ વિસ્તારના વિવિધ સત્તાઓનું ખાતમુરતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પુલ સહિતના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાગબારા તાલુકાના જુની આરટીઓ ઓફિસ થી મોવી ગામ તરફ જતો રસ્તો તથા પાટલામહુ થી હલગામપાડી તરફ જતો રસ્તો તથા દોધનવાડી ગામે પુલનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.જ્યારે દેડિયાપાડા તાલુકામાં નિઘટ ગામ થી કેવડી તરફ જતો રસ્તો તથા કાબલી ગામ થી શભૂનગર ગામ તરફ જતો રસ્તો તથા દેડીયાપાડા થી રાજપીપળા રોડ પર આવેલ પારસી ટેકરા પાસેના પુલનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુરત કાર્યક્રમ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ આદિ જાતિ મોરચાના પ્રમુખ તથા માજી મંત્રી મોતીભાઈ વસાવા, દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા,જિલ્લા પ્રમુખ શંકરભાઇ વસાવા,જિલ્લા કારોબારી અધ્યક્ષ બહાદુરભાઇ વસાવા સહિતના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપ પાર્ટીના આગેવાનો એક મંચ પર જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા