*મહેસાણા જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ઉત્સાહ ભેર સહભાગી બનતી પ્રજા*
મહેસાણા, સંજીવ રાજપૂત: જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ હેઠળ તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા તેમજ સ્વચ્છ્તા શપથ અને વ્રુક્ષા રોપણના કાર્યક્ર્મો કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વડનગર, ઉંઝા, મહેસાણા તાલુકામાં ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ મનાવાયો.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર ખાતે કલેકટર એમ.નાગરાજને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ મનાવ્યો . વડનગર તાલુકાના ગુંજા અને મલેકપુરના ગ્રામજનોએ સ્વચ્છતાના શપથ લીધાં. નાગરિકો ગ્રામસફાઈ માં સહભાગી થયા તેમજ આરોગ્ય કેમ્પ નો પણ સૌ એ લાભ લીધો હતો. તેમજ વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું.ઊંઝા ના ધારાસભ્ય કિરીટ ભાઈ પટેલે મલેકપુર ગામે સ્વચ્છતા હી સે વા કાર્યક્રમમાં જોડાયાં હતા.
આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ઊંઝા ના ઉપેરા ગામ, કડીના ડાંગરવા, વડનગરના મલેકપુર, સતલાસણાના વજાપુર, જોટાણાના મોરડા ,વિસનગરના ગુંજા ગામે સ્વછતા હી સેવા કાર્યક્રમ હેઠળ ગામ લોકોએ સ્વચ્છતાના શપથ લીધા તેમજ વૃક્ષારોપણ કર્યું હતુ અને ગામ સફાઈમાં પણ જોડાયા હતા. તેમજ સફાઈ કર્મીઓ તેમજ ગ્રામજનો માટે સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા હતા. આ તકે સ્થાનિક પદાધિકારીઓ , ગામના અગ્રણીઓ અને નાગરિકો ઉત્સાહ ભેર જોડાયા હતા…….