ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાવર્કિંગ ચેરમેન તરીકે નર્મદાના ઈમ્તિયાઝ અલી કાદરીની નિયુક્તિ કરાઈ
રાજપીપળા, તા 19
ગુજરાતમા આગામી દિવસોમા નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે કોંગ્રેસ મા પણ નવા હોદ્દેદારો ની અને યુવા આગેવાનો ને જવાબદારી સોંપાઈ છે. જેમા લઘુમતી મતદારોના મતો અંકે કરવાગુજરાત પ્રદેશ ના માઇનોરિટી ડીપાર્ટમેન્ટના વર્કિંગ ચેરમેન તરીકેનર્મદાના ઈમ્તિયાઝ અલી કાદરીની નિયુક્તિ કરાઈછે. અત્યાર સુધી તેઓ નર્મદા જિલ્લા ના
માઇનોરિટી ડીપાર્ટમેન્ટના ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા હતા હવે તેમને પ્રમોશન આપીને
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના વર્કિંગ ચેરમેન તરીકે નર્મદાના ઈમ્તિયાઝ અલી કાદરીની નિયુક્તિ કરવામા આવી છે.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ ની અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી ની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેન તરીકે વઝીર ખાન પઠાન અને વર્કિંગ ચેરમેન તરીકે ઈમ્તિયાઝ અલી કાદરી ની નિયુક્તિ કરતા કાર્યકરો આગેવાનો એ અભિનંદન પાઠવ્યા હતા.ઈમ્તિયાઝ અલી કાદરીએ ગુજરાત નું માઇનોરિટી ડીપાર્ટમેન્ટ નું આગામી દિવસમા સંગઠન વધુ મજબૂત બનાવવા પર ભારખાસ મૂક્યોહતો.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા