નર્મદા પોલીસ તથા આરટીઓ ના સંયુક્ત ઉપક્રમે 32માં રાસ્ટ્રીય માર્ગ સલામતી માસ ની રેલી નીકળી

નર્મદા પોલીસ તથા આરટીઓ ના સંયુક્ત ઉપક્રમે 32માં રાસ્ટ્રીય માર્ગ સલામતી માસ ની રેલી નીકળી.
રાજપીપળા, તા. 19
જાન્યુઆરી થી તા.17 ફેબ્રુઆરી દરમિયાન એક મહિના દરમિયાન જિલ્લા પોલીસ તથા સહકાર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના સંયુક્ત ઉપક્રમે 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના કાર્યક્રમો નર્મદા જિલ્લામાં શરૂ થયા છે.જેના ભાગરૂપે રાજપીપળા સૂર્ય દરવાજા ખાતેથી એક જાગૃતિરેલી કાઢવામાં આવી હતી. જેમાં રેલીનું પ્રસ્થાન ડી.વાય.એસ.પી રાજેશ પરમાર,આરટીઓ વી. ડી. આસલ ,ટ્રાફિક પીએસઆઇ એ લીલી ઝંડી ફરકાવી ને કરાવ્યું હતું . રેલીમાં જોડાયેલા પોલીસ ટ્રાફિક બ્રિગેડ સહિતના કર્મચારીઓને બેનરો સાથે રેલી નીકળી હત. જે લોકો આકર્ષણનું કેન્દ્ર બની હતી .રેલીનું સમાપન સરદાર ટાઉન હોલ ખાતે થયું હતું જેમાં જાગૃત તે અંગેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .જેમાં નર્મદા પોલીસ વડાએ કરશે આરટીઓ અધિકારી, પોલીસ સ્ટાફ ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહયા હતા

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા