છેલ્લી વસતી ગણતરીમાં મગર અને કુલ સંખ્યા 300 જેટલી ગણવામાં આવી છે.
શિયાળાની મોસમમાં ઠંડી ને કારણે શરીરનું તાપમાન જાળવી રાખવા મગરોને તડકામાં કિનારે બહાર આવવું પડે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ લક્ષ્મણ દ્વારા કુંડ માં હાલ, ઠંડીમાં સૂર્યની ગરમી મેળવવા સનબાથ (બાસ્કીંગ ) માટે બહાર નીકળતા મગરોને જોઈ પ્રવાસીઓમાં કુતૂહલ સર્જાયું છે. નર્મદા જિલ્લામાં મગરોની સંખ્યા પુષ્કળ છે જેમાં સરદાર સરોવ, ર રાજપીપળામાં કરજણ ઓવારો, ગોરા પુલ પાસે, ત્યાગીઘાટ, રામપુરા, ગરુડેશ્વર પુલની નીચે, તથા નર્મદા ડેમના ચાર તળાવમાં મગરોની વસ્તી આવેલી છે. ગત વર્ષની છેલ્લી વસ્તી ગણતરી માં મગરો ની કુલ સંખ્યા 300 જેટલી ગણવામાં આવી છે. નર્મદાના જળાશયોમાં મગરોની સમૂહમાં વસવાટ કરે છે. હાલ શિયાળાની મોસમમાં ઠંડીને કારણે શરીરનું તાપમાન જાળવી રાખવા મગરોને તડકામાં કિનારે બહાર આવવું પડે છે. જેને કારણે બાસ્કીંગ – સનબાથ (સૂર્યસ્નાન) કહે છે. ખોરાક ની શોધમાં અને શરીરનું ઉષ્ણતાપમાન સમૂહમાં માનવ વસ્તીમાં આવી જાય છે.
નર્મદાના વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં 40 થી વધુ મગર અને પકડીને જીવતદાન આપ્યું છે. ઉપરાંત બહારથી રેસ્ક્યુ કરીને પકડેલ મગરોને પણ સરદાર સરોવરમાં છોડી મૂકવા થી મગરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધી રહી છે. તેથી વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરેલ મગર પોઇન્ટ બનાવવાની પણ લોકોએ માંગ કરી છે. હાલ લક્ષ્મણ કુંડમાં પાણી ઊંડુ હોવાથી 15 થી 20 મગરો કિનારે સનબાથ માટે બહાર નીકળી રહ્યા છે.
આ લક્ષ્મણ કુંડ માટે એવી લોક વાયકા છે કે સતયુગમાં સીતા વાયકા છે કે સતયુગમાં સીતારામ, લક્ષ્મણ, લક્ષ્મણધારા કુંડ પાસે આવેલા ત્યારે સીતાજીને તરસ લાગતાં લક્ષ્મણને આ જગ્યાએ તીર મારીને પાણી બહાર કરેલું છે જે લક્ષ્મણ કુંડ તરીકે ઓળખાય છે.
આ અંગે વન અધિકારી વિક્રમસિંહ ગભાણીયા એ જણાવ્યું હતું કે મગર ઠંડા લોહીનું પ્રાણી છે. શિયાળામાં ઠંડી માં શરીરનું તાપમાન જાળવવા સૂર્યસ્નાન ન કરવું પડે છે તેને બાસ્કીંગ કહે છે. મગરો 7 થી 8 મહિના પાણીમાં રહે છે, ત્યારે શિયાળામાં પાણી ઠંડું હોવાથી સનબાથ કરવા મગરો તડકો લે છે. જે તેના માટે જરૂરી છે.