*અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું, હું કંગાળ છું, બધું બરબાદ થઈ ગયું*

લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું છે કે તેમની નેટવર્થ ઝીરો છે અને તેઓ નાદાર થઈ ચૂક્યા છે. ચીનની બેન્કોએ 68 કરોડ ડોલર 4,760 કરોડ)ના દેવાંના કેસની સુનાવણી દરમ્યાન અનિલ અંબાણીના વકીલે કહ્યું કે એક સમય હતો, જ્યારે તેઓ અબજોપતિ બિઝનેસમેન હતા, પણ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં મચેલી અફરાતફરી પછી બધું બરબાદ થઈ ગયું છે અને તેઓ હવે શ્રીમંત નથી રહ્યા