સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળને જોડતી રેલ સેવાની ગરીમામયી ઐતિહાસિક ઘટના અને પ્રારંભિક રેલ યાત્રાના સાક્ષી બનેલા રેલ યાત્રીઓ અનેરા આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ભાવવિભોર
કેવડીયા એ એકતાનું પ્રતિક છે આ રેલ સેવાઓથી પ્રવાસન ક્ષેત્રના વિકાસની સાથોસાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી દેશ વિદેશમાં ગુજરાતની એક નવી ઓળખ પ્રસ્થાપિત થશે: રેલ યાત્રીઓના પ્રતિભાવ
રાજપીપલા,તા18
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દિલ્હી ખાતેથી આજે દેશના અલગ અલગ વિસ્તારોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ કેવડીયાને જોડતી વિવિધ રેલ સેવાઓના કરાયેલા વર્ચ્યુંઅલ લોકાર્પણ બાદ આજે બપોરે અમદાવાદથી કેવડીયા ખાતે આવી પહોંચેલી જનશતાબ્દિ ટ્રેનના રેલ યાત્રીઓ આ ગરીમામયી ઐતિહાસિક ઘટના અને પ્રારંભિક રેલ યાત્રાના સાક્ષી બનેલા રેલ યાત્રીઓ અનેરા આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ભાવવિભોર થયા હતા હને પ્રથમ દિવસના યાત્રી બનવાનાં અહોભાગ્ય બદલ આ યાત્રીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના વતની અને દિવ્યાંગ યાત્રી ગેનાભાઇ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમદાવાદથી-કેવડીયા જનશતાબ્દી ટ્રેનમાં બેસીને હું આવ્યો છું જેમાં, તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડી નથી તેમણે વધુમાં કહ્યું કે, કેવડીયા એ એકતાનું પ્રતિક છે. આ રેલ સેવાઓથી પ્રવાસન ક્ષેત્રના વિકાસની સાથોસાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી દેશ વિદેશમાં ગુજરાતની એક નવી ઓળખ પ્રસ્થાપિત થશે, તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
નડીયાદ-મહેમદાબાદ કોલેજના NCC ની છાત્રા સુશ્રી મીનલબેન નરેન્દ્રભાઇ મકવાણાએ કહ્યું હતું કે, આજનો દિવસ આનંદ અને ગૌરવનો દિવસ છે. હું આજે પ્રથમ વખત ટ્રેનમાં બેસીને અહીં આવી છું મને અહી આવીને ખૂબજ આનંદ થયો છે અને તે બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
નડીયાદના યાત્રી શ્રી કૌશલભાઇ મહેશ્વરીએ હતું કે, દેશના વડાપ્રધાનશ્રીએ આજે રેલ્વે સેવા ચાલુ કરી છે તે પ્રવાસીઓ માટે ખૂબજ મહત્વની બની રહેશે. તેની સાથોસાથ કેવડીયા ટ્રેન સેવાથી ગ્રામીણ વિસ્તારોને પણ તેનાથી ફાયદો થશે તે માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદના દિવ્યાંગ સમીર ઠક્કરે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મારા જેવા ૫૦ જેટલા દિવ્યાંગોને આજની આરેલ યાત્રાનો લાવો મળ્યો છે. અમે ગ્રૂપના બધા સભ્યો આજની આ ઇવેન્ટમાં જોડાવા ટ્રેનમાં બેસીને કેવડીયાની મુલાકાતથી ખૂબજ ખુશીની સાથે ધન્યતા અનુભવીએ છીએ.
અમદાવાદના યાત્રી સુશ્રી નંદનીબેન મહેતાએ પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રેલ સેવાઓનું લોકાર્પણ કરીને ટ્રેનો ચાલુ કરી છે. જેમાં અમદાવાદ-કેવડીયા રેલ સેવાનો પ્રારંભ કર્યો હોવાથી અમે ખૂબજ ખુશ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને અમે ખૂબજ આનંદિત છીએ, અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા છે અને વાતાવરણ પણ સારૂં હોવાનું તેમણે જણાવ્યું હતું.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા