**જીએનએ જામનગર: રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો. સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં સૂવર્ણપદક મેળવનાર ૧૪ વિદ્યાશાખાના કુલ ૧૦૭ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.મેડિકલમાં અભ્યાસ કરતી જામનગરની એમ. પી.શાહ ગવર્મેન્ટ કોલેજની યશસ્વી વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે કુલ ૮ સુવર્ણ પદક મેળવ્યા હતા. તેણે એમબીબીએસ.ના અભ્યાસમાં તમામ વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જે પૈકી તેમણે મહત્તમ માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં મેળવ્યા છે.હાલમાં તેઓએ પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને જામનગર ખાતે જી.જી. હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમની ઈન્ટર્નશીપ કોરોનાની પ્રથમ લહેરથી શરૂ થઈ હતી જેમાં તેઓએ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું.૮ પદક મેળવવા માટેની સફરમાં અને સર્વાધિક ગુણ મેળવવામાં માતા પિતા, શિક્ષકો, પરિવારજનોએ સહયોગ અને પ્રેરણા પૂરી પાડીને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. તે બધાની હું ખુબ ઋણી છું, તેમ ખુશી દેસાઈએ જણાવ્યું હતું.
Related Posts
ઉત્તરાયણ ને લઈ સરકારે ગાઈડલાઈન જાહેર કરી.
ઉત્તરાયણ નૈ લઈ સરકારે ગાઈડલાઈન જાહેર કરી@ ધાબા પર ભીડ ભેગી નહી કરી શકાય.@ બહારના લોકોને બોલાવી શકાશે નહી@ નિયમ…
જમ્મુમાં તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા જવાનનું જામનગર વોર્ડ 11માં ડેપ્યુટી મેયર દ્વારા કરાયું ભવ્ય સ્વાગત.
જામનગર: જામનગરના વોર્ડ નં 11 મા રહેતા કરણભાઈ કેશુભાઈ છૈયા BSF (બોર્ડર સિકયુરિટી ફોર્સ ) ની જમ્મુમાં ઉધમપુર ટ્રેનિંગ પૂર્ણ…
આજે ગુજરાતમાં 11,892 કેસ નોંધાયા, 119 લોકોના મોત
08.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 11,892 કેસ નોંધાયા, 119 લોકોના મોત* *અમદાવાદમાં 3442 કેસ**સુરતમાં 1162 કેસ**રાજકોટમાં 686 કેસ**વડોદરામાં 1139 કેસ*…