નર્મદા જિલ્લાના તમામ પાંચ તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતાં પોલીસ જવાનોની સાગમટે બદલીના ઓર્ડર કરાયા.
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ નર્મદા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં આવેલા તમામ પાંચ તાલુકાના પોલીસ મથકોમાં ફરજ બજાવતા અને છેલ્લા પાંચ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, વુમન પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 118 પોલીસ જવાનોની સાગ માટે વિવિધ તાલુકો માં બદલી કરી દેતા પોલીસ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે નર્મદા પોલીસ વડાએ બદલી જાહેર હિતમાં કરી છે.
જેમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા, સાગબારા, રાજપીપળા, આમલેથા, ગરુડેશ્વર, કેવડીયા, તિલકવાડા, ઉપરાંત રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન મળી કુલ 8 પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનોની આંતરિક તાલુકા ફેરબદલી કરી દેવાઇ છે.
જેમાં આમલેથા પોલીસ મથકના 14,રાજપીપળા – 23, દેડિયાપાડાના -21, સાગબારા – 9, તિલકવાડા -8, કેવડીયા -14, ગરુડેશ્વર -7, મહિલા પોલીસ મથક 6, કેવડીયા ટ્રાફિક -6, કંટ્રોલ -1, એસ્કોન્ડર -1, હેડક્વાર્ટર -2 મળી કુલ 118 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
પરીક્ષા ટાણે જ બદલીથી પોલીસ કર્મચારીઓ નારાજગી.
નર્મદા જિલ્લા પોલીસ વડાએ નર્મદા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની તાલુકા ફેરબદલી ઓ કરતા પોલીસ વિભાગમાં કચવાટની લાગણી ફેલાઇ છે.
આગામી માર્ચ માસ મા ધોરણ-10 અને 12 ની પરીક્ષા આવે છે તેમાં નાના બાળકો જે તે તાલુકા મથક ને સ્કૂલમાં ભણી રહ્યા છે, ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વાર્ષિક પરિક્ષાઓ લેવાનાર છે, ત્યારે આ પોલીસ જવાનો પરિવારના બાળકોના ભણતર ઉપર તેની માઠી અસર પડે તેમ છે. શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે છે, અને આ રીતે સામૂહિક બદલીઓ થતા પોલીસ વિભાગમાં કચવાટની લાગણી ફેલાઈ છે. 24 કલાક ખડેપગે સેવા આપતા પોલીસ જવાન બદલીના હુકમથી નારાજ થયા છે.