રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે પ્રથમ દિવસે 100 હેલ્થ કેર વર્કર્સ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 સહિત કુલ 150 જેટલાં હેલ્થ કેર વર્કરની કોરોના વિરોધી રસી કરણ કરાયેલુ
કોરોના વોરિયર્સ હેલ્થ કેર વર્કસ બન્યા રસીકરણના પ્રથમ હકદાર, આનંદની લાગણી અનુભવી.
હવે તબક્કાવાર નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, 50 થી ઓછી વયના અને 50 થી વધુ વયના અંદાજીત.120 લાખ જેટલા લોકોને કોવીડ-૧૯ વેક્સીનેશન હેઠળ આવરી લેવાશે.
રાજપીપલા,તાં.16
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સવારે કોવીડ- 19 વેક્શીનેશનનો ઓનલાઇન લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો . જે અન્વયે આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ દિવસે 100 જેટલા હેલ્થ કેર વર્કર્સને અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 સહિત 150 જેટલા હેલ્થ કેર વર્કરને કોરોના વિરોધી રસીકરણ કરાયું હતું.રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ વસાવા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ, તથા રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.જ્યોતિબેન ગુપ્તા તથા પેરામેડિકલ સ્ટાફ, આશાવર્કર બહેનો સહિત, આરોગ્ય કર્મીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને રસીકરણ અને પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ વસાવાએ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રીબીન કાપીને કોરોના વિરોધી રસી કરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.આજે 150 કોરોના વોરિયર્સ હેલ્થ કેર રસીકરણના પ્રથમ હકદાર બન્યા હતા અને તેમને આનંદની લાગણી અનુભવી હતી.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે. પી.પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં વેક્સીનેશનના કુલ- 5200 ડોઝ આપવામાં આવેલ છે, પ્રથમ તબક્કામાં ઓનલાઇન વેક્સીનેશન હેઠળ 4202 જેટલાં હેલ્થ વર્કરોની સાથે સંલગ્ન કર્મચારીઓના નામોની નોંધણી કરાઇ છે, તે તમામને આવરી લઇને 100 ટકા કામગીરી થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ દિવસે 100 અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 સહિત કુલ 150 જેટલાં લોકોને પ્રથમ દિવસે અગ્રતા ક્રમે રસી આપવામાં આવી છે.
આરતી મૂકાવ્યા પછી 28 દિવસ પછી બીજો ડોઝ લેવો ફરજિયાત છે. અઠવાડિયા પછી કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ વિકસિત થશે નર્મદામાં રસીકરણ કર્યા. પછી નર્મદા જિલ્લો કોરોના મુક્ત બની જશે. એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
તસવીર: જ્યોતિ જગતાપ,,રાજપીપળા