લોખંડની પાઇપ વીજવાયરને અડી જતાં કરંટથી 2 ભાઇનાં મોત

લોખંડની પાઇપ વીજવાયરને અડી જતાં કરંટથી 2 ભાઇનાં મોત

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીંયા પતંગ લૂંટવા જતા બે સગાભાઈઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે,. વિરમગામના નૂરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઈઓને ધાબાની નજીકથી પસાર થતા વીજતારનો કરન્ટ લાગતાઓ તેઓ બંને કાળનો કોળિયો બની ગયા છે.