કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોને 58 પ્રકારના ઓપરેશન કરવાની છૂટ આપવાના કાયદાનો વિરોધમાં આજે રાજપીપળા સહિત નર્મદાના ખાનગી તબીબોએ એક દિવસની હડતાલ પાડી.
રાજપીપળા ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તબીબોએ પણ હડતાલમાં જોડાયા.
ઓપીડી સેવાઓ બંધ કરી દેતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
એનેસ્થેસિયા અને એન્ટિબાયોટિક દવાઓની જગ્યાએ આયુર્વેદ લઈ શકે નહીં – ડો. ગિરીશ આનંદ.
રાજપીપળા,તા.11
કેન્દ્ર સરકારે આયુર્વેદિક તબીબોને કુલ 58 પ્રકારના આંખ,કાન,નાક,ગળાના બીમારીમાં ઓપરેશન કરવાની છૂટ આપવાના કેન્દ્ર સરકારના નવા કાયદાનો રાજપીપળા ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તબીબોએ વિરોધ કરી આજે એક દિવસની હડતાળ પર ખાનગી ડોક્ટરો ઉતરી ગયા હતા.અને ઓપીડી સેવાઓ બંધ કરી દીધી હતી.આજે રાજપીપળાના ખાનગી દવાખાના તબીબો અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તબીબો હડતાલમાં જોડાઇ,જતા નગરના ખાનગી દવાખાનાઓ બંધ રહ્યા હતા.જોકે આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખાનગી તબીબો પોતાના કામકાજથી અળગા રહ્યા હતા જેને કારણે આજે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જોકે ઈમરજન્સી કેસો લેવાનું નક્કી કરેલ હોવાથી આવા દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમર્જન્સી કેસો લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, એ ઉપરાંત સરકારી દવાખાનાઓ સિવિલ હોસ્પિટલની સેવાઓ ચાલુ રહી હોવાથી આજે રાજપીપળા ખાતે તેવી હોસ્પિટલ ખાતે દર્દીઓને ભારે ધસારો જોવા મળ્યો હતો.
આ પ્રસંગે હડતાલનું કારણ જણાવતાં ડૉ ગિરીશ આનંદે જણાવ્યું હતું કે સરકારે આયુર્વેદિક તબીબ ની ઓપરેશન કરવાની છૂટ આપી છે.જેમાં આયુર્વેદિક ડોક્ટર આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરે છે.હવે તેને ઓપરેશન સર્જરી કરવાની છૂટ આપી છે. એનેસ્થેસિયા અને એન્ટિબાયોટિક દવાઓની જગ્યાએ આયુર્વેદ લઈ શકે નહીં, આયુર્વેદિક દવાઓ દર્દીની ઇમ્યુનિટી વધે છે,જ્યારે એલોપથીમાં ઓપરેશન આવે બંને વસ્તુ અલગ છે. તેને સરકારે તેને મિક્સ કરી દીધી છે,અને મોક્ષપથી કરી છે તેનાથી કયો આયુર્વેદિક ડોક્ટર છે અને કયો એલોપથિક ડોકટર છે તે ખબર નહીં પડે.તેથી સામાન્ય જનતાને નુકસાન થશે.અને ઘણા પ્રશ્નો ઊભા થશે.તેથી આયુર્વેદમાં સર્જરીની છૂટ આપવાના નિર્ણય સામે આંદોલન સરું કરી આજે એક દિવસના પ્રતિક હડતાળ પાડે વિરોધ પ્રગટ કર્યો હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા