સેકશન 144 માટે ત્રણ થી વધુ માણસો નું ભેગું થવું જરૂરી છે .
*તો section 188 ના ગુન્હા માટે ફક્ત તમે એકલા બહાર નીકળો તે કાફી છો. *
સરકારી આદેશ નું ઉલ્લંઘન કરી માનવ જીવન અને માનવ સ્વાસ્થ્ય ને ખતરા માં મુકવા બદલ ફરજ પરના સરકારી અધિકારી તમારા પર કલમ 188 હેઠળ કાર્યવાહી કરી શકે છે
જેના માટે તમને 6 મહિના ની જેલ ની સજા થઇ શકે છે .
તો ચેપી રોગ ના ફેલાવા માટે કલમ 270 હેઠળ કાર્યવાહી થઈ શકે જે બદલ 2 વર્ષ સુધી ની કેદ ની સજા છે.
અમદાવાદ માં કોરોના બેકાબુ બન્યો છે..
સરકાર ચિંતિત છે અને અધિકારીઓ pressure માં.
આ પરિસ્થિતિ માં અમુક વિરલ લોકો સવાર સવાર માં walking માં નીકળી પડે છે,
અમુક ધાર્મિક લોકો દેરાસર કે મંદિર ની ધજા ના દર્શન કરવા નીકળી પડે છે..
*તેઓ જો સંયમ નહિ રાખે તો બહુ મોટી મુશ્કેલી માં મુકાય શકે તેમ છે તે નક્કી . *
*એટલે હવે ઘરમાં રહેવું જરૂરી છે. *
*ઘરમાં રહેજો… સુરક્ષિત રહેજો..*